મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Gujaratમાં 2 સ્થળે ગંભીર અકસ્માત સર્જાતા કુલ 2ના મોત, 1 ઘાયલ સારવાર હેઠળ

Gujarat Accident News: ગુજરાતમાં જાણે અકસ્માતની વણઝાર સર્જાઈ રહી હોય તેમ સતત અકસ્માતના સમાચાર સામે

Gujaratમાં 2 સ્થળે ગંભીર અકસ્માત સર્જાતા કુલ 2ના મોત, 1 ઘાયલ સારવાર હેઠળ

Gujarat Accident News: ગુજરાતમાં જાણે અકસ્માતની વણઝાર સર્જાઈ રહી હોય તેમ સતત અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં આજે બે સ્થળો પરથી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં કુલ 2 લોકોના મૃત્યુ થયા છે જ્યારે એક વ્યક્તિ ઘાયલ હોવાથી તેમને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અમદાવાદમાં કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત

અમદાવાદ શહેરમાં ફરી એકવાર કાર ચાલકે એક્ટિવા ચાલકનો જીવ લીધો છે. આજે વેહલી સવારે રાષ્ટ્રીય સ્મારક શાહીબાગ ખાતે અક્સ્માત સર્જાયો હતો. ફોર્ચ્યુનર ગાડી ચાલકે એક્ટિવા ચાલકને ટક્કર મારી હતી. એક્ટિવા ચાલક રિક્ષાને અથડાતા ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. રિક્ષા ચાલકને અસારવા સિવિલ ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ફોર્ચ્યુનર ચાલકને પોલીસ સ્ટેશન લઈ જવાયો છે.

મૃતક મહેન્દ્રભાઈ ગોહિલ ૪૩ વર્ષની ઉમર ધરાવે છે. જે પોતે સેલ્સમેનની નોકરી કરતા હતા. કુખ્યાત બુટલેગર દિલીપસિંહના દિકરાએ અકસ્માત સર્જાયો હતો. ઘટના સ્થળે ગાડી સ્પીડ અંગે FSL મદદ લેવાઈ છે. મરણજનાર પોતાના બાળકને સ્કૂલ મૂકવામાં માટે ગયા હતા. સમગ્ર મામલે દિલીપસિંહ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે. F ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

ઘોઘલા દિવને જોડતાં બ્રિજ ઉપર અક્સ્માત

કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ઘોઘલા દિવને જોડતાં બ્રિજ ઉપર અક્સ્માત સર્જાયો હતો. ટ્રક અને એક્ટિવા ચાલક વચ્ચે અકસ્માત સર્જાતા વૃધ્ધ એક્ટિવા ચાલકનું મોત નીપજ્યું હતું. કેન્દ્ર શાસિત દીવને જોડતો ઘોઘલા ગામનો બ્રિજ હાલ એક જ તરફ ચાલુ છે. ત્યારે દીવના વૃધ્ધ મોપેડ ચાલક હસમુખ રતિલાલ જાની ( ઉંમર વર્ષ.65) ને ટ્રકે ટક્કર મારતા સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. મૃતકના મૃતદેહને દીવની સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોટર્મ અર્થે ખસેડવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો