Gujarat news: સાબર ડેરીમાં 11થી 15 ઓગસ્ટ દરમિયાન સાધારણ સભા યોજાશે, દૂધના ભાવ વધારોનો મુદ્દો ગાજશે
ગુજરાતની સાબર ડેરીમાં 11થી 15 ઓગસ્ટ દરમિયાન સાધારણ સભા યોજાવાની છે. મળતા અહ

ગુજરાતની સાબર ડેરીમાં 11થી 15 ઓગસ્ટ દરમિયાન સાધારણ સભા યોજાવાની છે. મળતા અહેવાલ પ્રમાણે સાધારણ સભા બાદ વધારાનો ભાવફેર ચૂકવવામાં વશે. સાધારણ સભામાં અન્ય ઠરાવો પણ રજૂ કરવામાં આવશે. સાબર ડેરીમાં દૂધના ભાવ વધારા મામલે હંગામો થયો હતો. તો બીજી તરફ ગુજરાતના અન્ય સંઘોની સાધારણ સભા હજુ બાકી છે. તો બીજી તરફ સાબરડેરી દ્વારા સૌથી પહેલા સભા યોજાઈ રહી છે.
પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું
વર્ષે 9500 કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતી સાબર ડેરીમાં નજીવા ભાવફેર ચૂકવવા મામલે પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં એક યુવકનું શંકાસ્પદ મોત પણ થયું હતું. સાબર ડેરીએ ગત વર્ષ જેટલો ભાવફેર આપવાની જાહેરાત કરી છતાં પશુપાલકોએ હડતાળ યોજી હતી સાબરકાંઠાની કેટલીય મંડળીઓના પશુપાલકોએ દૂધ ભરવાનું પણ ટાળી દીધું હતું.


