મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

46.6 ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર, બે દિવસ રેડ એલર્ટ 

છેલ્લા કેટલાક દિવસથી ગુજરાત અગનભઠ્ઠીમાં ફેરવાયું ગયું છે. જેના પગલે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આજે અમદા

46.6 ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર, બે દિવસ રેડ એલર્ટ 

છેલ્લા કેટલાક દિવસથી ગુજરાત અગનભઠ્ઠીમાં ફેરવાયું ગયું છે. જેના પગલે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આજે અમદાવાદનું મહત્તમ તાપમાન 46.6 ડિગ્રી નોંધાયું હતું. આમ 46.6 ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું.

આજે રાજ્યના 6 શહેરોનું મહત્તમ તાપમાન 45 ડિગ્રી કરતા વધુ હતું. જે પૈકી અમદાવાદ અને ગાંધીનગરનું મહત્તમ તાપમાન 46 ડિગ્રીને પાર કરી ગયું હતું. અમદાવાદ માટે છેલ્લા 127 વર્ષમાં મે મહિનાનું પાંચમું સૌથી વધુ મહત્તમ તાપમાન છે. 

24 મે અને 25 મેના દિવસે રેડ એલર્ટ 

અમદાવાદમાં તારીખ 24 મે અને 25 મેના દિવસે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં તથા ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં હીટવેવની હવામાન વિભાગે આગાહી કરી છે. 

ગરમીથી બચવા આટલું કરો

બીજી તરફ ગરમીથી બચવા માટે છાસ, પાણી, લીંબુ શરબતનું સતત સેવન કરવાની તબીબો દ્વારા સલાહ આપવામાં આવી રહી છે. 

આ સમાચાર શેર કરો