મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: ઇન્ટરનેશનલ ફ્લાવરશો 2025ની આજથી શરૂઆત, કેનોપીની, ફલાવર વેલી બનશે આકર્ષણનું કેન્દ્ર

મહાનગર પાલિકા દ્વારા આયોજીત ઇન્ટરનેશનલ ફ્લાવરશો 2025ની આજથી શરૂઆત થઈ ગઈ છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન

અમદાવાદ:  ઇન્ટરનેશનલ ફ્લાવરશો 2025ની આજથી શરૂઆત, કેનોપીની, ફલાવર વેલી બનશે આકર્ષણનું કેન્દ્ર

મહાનગર પાલિકા દ્વારા આયોજીત ઇન્ટરનેશનલ ફ્લાવરશો 2025ની આજથી શરૂઆત થઈ ગઈ છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ફ્લાવર શોનું ઉદ્દઘાટન કર્યું છે.  આ ફ્લાવર શો  રીવરફન્ટ પર ખાતે 3થી 22 જાન્યુઆરી સુધી ચાલશે. જો નાગરિકોની ડિમાન્ડ હશે તો ફલાવર શોનો સમય વધારવામાં આવશે. આ અંગે માહિતી આપતાં અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈને જણાવ્યું હતુ કે વર્ષ 2013માં ફ્લાવર શો શરૂ થયો હતો.

વર્ષ 2024ના ફ્લાવર શોમાં 20 લાખ લોકોએ મુલાકાત લીધી

વર્ષ 2024ના ફ્લાવર શોમાં 20 લાખ લોકોએ મુલાકાત લીધી હતી. આ વર્ષે ફ્લાવર શોમાં 23 પ્રકારના વિવિધ ફૂલોનું નજરાણું મૂકવામાં આવ્યું છે. 2025ના આ ફ્લાવર શોને 6 ભાગમાં વહેંચવામાં આવ્યો છે. અહી દેશના વિકાસ અને સંસ્કૃતિ અને વારસાનું પ્રદર્શન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: આણંદ: વૃદ્ધ ફઈ પર સગા ભત્રીજા અને તેના મિત્રે દુષ્કર્મ આચર્યું, મહિલાની હત્યા કરીને ઘરમાં મચાવી લૂંટ

ઓલિમ્પિક ટોર્ચ, ગરબા,કેનોપીની, ફલાવર વેલી સહિતના સ્કલ્પચર મૂકાયા

પીએમ દ્વારા તેમની મુલાકાતમાં જે સૂચનો આપ્યા હતા તેનું પાલન કરવામાં આવ્યું છે. ફલાવર શોમાં કીર્તી સ્તંભ ઉપરાંત લોટસ, એક પેડ મા કે નામ ઉપરાંત ઓલિમ્પિક ટોર્ચ, ગરબા,કેનોપીની, ફલાવર વેલી સહિતના સ્કલ્પચર તથા આઈકોનીક સ્ટ્રકચર મુકવામાં આવશે.નાના બાળકો માટે હલ્ક,ડોરેમોન, સ્પોન્જ બોબ વેગેરે કાર્ટુન આધારીત સ્કલ્પચર મુકાશે.

આ સમાચાર શેર કરો