અમદાવાદ / સાયબર ક્રાઈમના ફરાર PI બી.એમ.પટેલે 4 મહિનામાં 42 લાખનો તોડ કર્યો
Ahmedabad cybercrime PI BM Patel bribed 42 lakhs in 4 months | Ahmedabad News : અમદાવાદ શહેરમાં એન્ટી કરપ્શન બ્યુરો-ACBએ જાહેર રોડ પર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટે

Ahmedabad News : અમદાવાદ શહેરમાં એન્ટી કરપ્શન બ્યુરો-ACBએ જાહેર રોડ પર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના બે પોલીસ કમર્ચારીઓને રૂ.10 લાખની લૉન્ચ લેતા ઝડપી પાડ્યા હતા, જયારે સાયબર ક્રાઈમના PI બી.એમ.પટેલ ફરાર થઇ ગયા હતા. હવે આ ફરાર PI બી.એમ.પટેલની તપાસમાં મોટો ખુલાસો થયો છે.
PI બી.એમ.પટેલે 4 મહિનામાં 42 લાખનો તોડ કર્યો
સાયબર ક્રાઇમના ફરાર PI બી.એમ.પટેલ તોડબાજ હોવાનું સામે આવ્યું છે. ફરાર PI બી.એમ.પટેલે છેલ્લા ચાર મહિનામાં 42 લાખ રૂપિયાનો તોડ કર્યો હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ ફરાર PI સામેની તપાસમાં હજી પણ મોટા ખુલાસા થવાની શક્યતા છે.
સાયબર ક્રાઇમના અનાર્મ હેડ કોન્સ્ટેબલ અને ASI 10 લાખની લૉન્ચ લેતા રંગે હાથ ઝડપાયા હતા
અમદાવાદ શહેરમાં એન્ટી કરપ્શન બ્યુરો-ACBએ ગત 3 જૂને સીંધુભવન હોલની બાજુમાં જાહેર રોડ પર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના બે પોલીસ કમર્ચારીઓ અનાર્મ હેડ કોન્સ્ટેબલ અમથાભાઇ કુવરાભાઇ પટેલ અને ASI ગૌરાંગકુમાર દિનેશભાઇ ગામેતીને રૂ.10 લાખની લૉન્ચ લેતા ઝડપી પાડ્યા હતા.
ક્રિકેટ સટ્ટા બેટિંગના આરોપીઓની ચાર્જશીટ વહેલી ફાઈલ કરવા માટે થઈને રૂપિયા 20 લાખ માંગ્યા હતા. રકઝકના અંતે દસ લાખમાં સોદો નક્કી થયો હતો. એસીબીએ ટ્રેક કરીને સાયબર ક્રાઈમના હેડ કોન્સ્ટેબલ તથા ASIને લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતા.જ્યારે આ કેસમાં સાયબર ક્રાઇમ પોલીસે સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.એમ.પટેલ ફરાર થઇ ગયા છે.








