મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ધારાસભ્ય રવિન્દ્રસિંહ ભાટીને ધમકી આપનાર યુવકની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

રાજસ્થાનના ધારાસભ્ય રવિન્દ્રસિંહ ભાટીને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. ત્યાર

ધારાસભ્ય રવિન્દ્રસિંહ ભાટીને ધમકી આપનાર યુવકની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

રાજસ્થાનના ધારાસભ્ય રવિન્દ્રસિંહ ભાટીને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. ત્યારે આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે કાલુપુર રેલ્વે સ્ટેશનથી ધમકી આપનારની ધરપકડ કરી છે. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજસ્થાનના શિવ વિધાનસભા બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય રવિન્દ્રસિંહ ભાટીને સોશિયલ મીડિયા થકી જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે કાલુપુર રેલ્વે સ્ટેશન પરથી ધમકી આપનાર કેશારામ ઉર્ફે કે.ડી જાટની ધરપકડ કરી છે. 

આરોપી કેશારામ

પિસ્તોલ અને કારતૂસ બાઇકમાં ચોરખાનું બનાવી સંતાડી હતી

ધરપકડ કરાયેલ આરોપી લૂંટના ગુનામાં પણ નાસ્તો ફરતો હતો. આરોપીએ મધ્યપ્રદેશથી પિસ્તોલ અને 10 કારતૂસ  ખરીદી હતી. એટલું જ નહીં પિસ્તોલ ચેક કરવા માટે એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. પિસ્તોલ અને કારતૂસ પોતાની બાઇકમાં ચોરખાનું બનાવી સંતાડી હોવાનું ક્રાઈમ બ્રાંચ સમક્ષ કબૂલ્યું હતું.

આ સમાચાર શેર કરો