અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો સપાટો, દેશી દારૂની 10 હાટડીઓ પર રેડ કરી 12 નામચીન બુટલેગરોની ધરપકડ કરી
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે સપાટો બોલાવતા દેશી દારૂની કુલ 10 હાટડીઓ પર રેડ કરીને શહેરના નામા

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે સપાટો બોલાવતા દેશી દારૂની કુલ 10 હાટડીઓ પર રેડ કરીને શહેરના નામાંકીત 12 બુટલેગરોની ધરપકડ કરી છે.અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે અમરાઈવાડી, નિકોલ, નરોડા, ગોમતીપુર, નારોલ, કાગડાપીઠ, દરિયાપુર તથા મેઘાણીનગર સહિત વિસ્તારમાંથી કુલ 10 જગ્યા ઉપર દરોડા પાડ્યા છે. આ દરોડા દરમિયાન આ 12 નામચીન બુટલેગરોની ધરપકડ કરવામાં આવી છે :
(1) અમરાઇવાડી સ્વસ્તિક ચાર રસ્તા પાસે આવેલ જય મહાલક્ષ્મી કો.ઓ.સો. ખાતેથી સુરેશ ઉર્ફે ભુરીયો ખિમદાસ સાધુ, ઉ.વ.33 રહે. બ્લોક નં.54, મ.નં.03, જય મહાલક્ષ્મી કૉ.ઓ.સો., અમરાઇવાડી, અમદાવાદ શહેર
(2) નારોલ ગામ ઠીકરીયાવાસ તલવાડીના કિનારેથી લાલજી ઉર્ફે બોડીયો કરશનજી ઠાકોર (કોળી) ઉ.વ.32, રહે ઠીકરીયા વાસ, નારોલ અમદાવાદ શહેર
(3) ગોમતીપુર, રાજપુર ટોલનાકા, છોટાલાલની ચાલીની પાસેથી મહીલા નામે ફરીદાબેન ઉર્ફે કાળીઇસ્માઇલ મલેક ઉવ.40 રહે, ડી-31 વીમા દવાખાનાની બાજુમાં છાપરામાં, છોટાલાલની ચાલી ગોમતીપુર અમદાવાદ શહેર
(4) નિકોલ કઠવાડા જી.આઈ.ડી.સી.ના મુખ્ય દરવાજા પાસેથી મહિલા રૂપાબેન દેવાભાઈ નરશીભાઈ ચુનારા ઉવ.36 રહે. રામનગરના છાપરા ઈન્ડો એર કંપનીની બાજુમાં ઓઢવ અમદાવાદ શહેર
(5) એરપોર્ટ પાસે, હાંસોલ તલાવડી પાસેથી રામાયણ ઉર્ફે અજય રામદ્રસ કેવટ ઉ.વ.23 રહે. હાલ મ.નં.32, હરિધામ સોસાયટી, તક્ષશીલા સ્કુલ પાસે, વસ્ત્રાલ, રામોલ, અમદાવાદ શહેર
આ પણ વાંચો : અમદાવાદ / નિકોલ PI જાટને રેલો આવતા ફરી રાજકીય નેતાઓ અને સિનિયર અધિકારીઓના પગ પકડવા દોડ્યાં!
(6) કાગડાપીઠ, કંટોડીયાવાસ ખાતેથી અનિલ લાખાભાઈ ચુનારા ઉ.વ.62, રહે. વોરાના રોઝા મસ્જીદ પાસે, કંટોડીયા વાસ, કાગડાપીઠ, અમદાવાદ શહેર
(7) નરોડા પાટીયા મહાજનીયાવાસ પાસેથી ચોભસિંહ વિજયસિંહ તોમર અને ગંગાસિંહ વિજયસિંહ તોમર બંન્ને રહે. વિકીભાઈના મકાનમાં, મોચીપાડા, કુબેરનગર, અમદાવાદ શહેર.
(8) દરીયાપુર મેણવાડમાંથી બીપીન ઉર્ફે મસ્તાન સ/ઓ સુરેશભાઈ મેણા ઉ.વ.33 રહે.મેણવાડ, દરિયાપુર, અમદાવાદ શહેર
(9) મેઘાણીનગર, કુંભાજીની ચાલી, રેલવે ટ્રેક પાસેથી કિશન કરણસિંહ સીકરવાર ઉવ.23રહે, ખુમાજીની ચાલી, મેઘાણીનગર, અમદાવાદ શહેર અને સંજય જયંતીભાઈ પટણી ઉવ.20 રહે, જોગેશ્વરનગર, મેઘાણીનગર અમદાવાદ શહેર
(10) કાગડાપીઠ, કંટોડીયાવાસ ખાતેથી મયુરભાઈ ઉર્ફે કટ્ટુ રમેશભાઈ ચુનારા ઉ.વ.20, રહે.10/307, ચાર માળીયા, ત્રીકમપુરા પાટીયા, જી.આઈ.ડી.સી.વટવા, અમદાવાદ શહેર.
આમ પોલીસ ઇન્સ્પેકટરોની અલગ અલગ ટીમો દ્વારા 10 જગ્યાએ સફળ રેડ કરી 12 આરોપીઓ પાસેથી કુલ 930 લીટર દેશીદારુ તથા વાહનો અને રોકડા રૂપિયા તથા મોબાઇલ ફોન સહીત કુલ કિં.રૂ. 83,970/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.
આવનાર સમયમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પ્રોહીબ્રીશન,જુગાર, ડ્રગ્સ વિગેરે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સક્રિય તત્વો વિરુદ્ધ કોઈપણ સમયે ઓચિંતી રેડ કરી આ પ્રવૃત્તિમાં સંડોવાયેલ અસમાજીક તત્વોને પકડવામાં આવશે.








