અમદાવાદ એરપોર્ટ ગોલ્ડ સ્મગલિંગનું બન્યું હબ, 8 મહિનામાં જ 42 કરોડનું દાણચોરીનું સોનું પકડાયું
ગોલ્ડ સ્મગલિંગ હબ તરીકે વિકસી ચુકેલા અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી છેલ્લા 8 મહ

ગોલ્ડ સ્મગલિંગ હબ તરીકે વિકસી ચુકેલા અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી છેલ્લા 8 મહિનામાં 42 કરોડ રૂપિયાનું દાણચોરીનું સોનું ઝડપાયું છે.
કસ્ટમના અધિકારીઓ અનુસાક, એપ્રિલથી નવેમ્બર 2024 દરમિયાન કસ્ટમ વિભાગે 113 કેસ કરીને 63 કિલો સોનું જપ્ત કર્યું છે જેની આંતરરાષ્ટ્રીય બજારના ભાવ પ્રમાણે કિંમત 42 કરોડ થાય છે. કસ્ટમ્સ વિભાગે સોનાની દાણચોરી કરતા 23 લોકોની ધરપકડ કરીને તેમની સામે કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવી છે.
7.5 કિલો નશીલા પદાર્થનો જથ્થો જપ્ત કરીને NDPS એક્ટ હેઠળ કાર્યવાહી
કસ્ટમ વિભાગ દ્વારા છેલ્લા બે મહિનામાં નશીલા પદાર્થોની હેરાફેરી કરનાર 3 પેસેન્જરની પણ ધરપકડ કરવામાં આવી છે. આ લોકો પાસેથી 7.5 કિલો નશીલા પદાર્થનો જથ્થો જપ્ત કરીને NDPS એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.કસ્ટમ વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, સોનાની દાણચોરી કરનારાં લોકો જાત જાતના નુસખા અજમાવે છે તેથી કસ્ટમ વિભાગે પણ સતર્ક રહેવું પડે છે. એરપોર્ટ ઉપર કસ્ટમના અધિકારીઓ શંકાસ્પદ પેસેન્જર પર સતત નજર રાખે છે અને જરાક પણ શંકાસ્પદ હિલચાલ લાગે તો તરત તેની જડતી કરાય છે. મોટાભાગના કિસ્સામાં આવી વ્યક્તિ દાણચોરીના સોના સાથે ઝડપાય છે.
આ પણ વાંચો: BZ ગ્રુપમાં રોકાણ કરી વિદેશ ફરવા ગયેલા શિક્ષિકાને નોટિસ, ત્રણ દિવસમાં ખુલાસો કરવાનો આદેશ
42 કરોડનું દાણચોરીનું ગોલ્ડ પકડાયું
એર ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓએ પણ પેસેન્જર્સના પ્રોફાઇલની તપાસ કરીને કસ્ટમ વિભાગને માહિતી પુરી પાડે છે. પેસેન્જર વિદેશની કેટલી ટ્રીપ મારી તેનો પણ રેકોર્ડ રાખવામાં આવી રહ્યો છે.એરપોર્ટ પર દાણચોરીની વધેલી ઘટનાઓના કારણે હાલ એરપોર્ટ ઉપર બે નવા લેટેસ્ટ ટેકનોલોજી સાથે બેગેજ સ્ક્રિનિંગ મશીનો મૂકવામાં આવ્યા છે. હાલ એરપોર્ટ ઉપર સાત આવા પેકેજ સ્ક્રિનિંગ મશીનો છે જે હેન્ડબેગ ચેકિંગ કરવા ગ્રીન ચેનલ રેડ ચેનલ અને એર ઇન્ટેલિજન્ટ યુનિટ પાસે રાખવામાં આવ્યા છે જેના કારણે કસ્ટમ ડ્યુટીની ચોરી કરવાના પ્રયત્નો કરનાર પકડાઇ જાય છે. આઠ મહિનામાં 42 કરોડનું દાણચોરીનું ગોલ્ડ પકડવામાં આવ્યું છે સાથે સાથે કસ્ટમની ફોરેન પોસ્ટ ઓફિસમાં પણ આવતા પાર્સલોની ચકાસણી કરવામાં આવી રહી છે.








