મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાત કોંગ્રેસ તૂટશે! અહેમદ પટેલના પુત્રની નવી પાર્ટી બનાવવાની જાહેરાત

કોંગ્રેસના અગ્રણી નેતા અને સોનિયા ગાંધીના સલાહકાર રહી ચૂકેલા સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલની સોશિયલ

ગુજરાત કોંગ્રેસ તૂટશે! અહેમદ પટેલના પુત્રની નવી પાર્ટી બનાવવાની જાહેરાત

કોંગ્રેસના અગ્રણી નેતા  અને સોનિયા ગાંધીના સલાહકાર રહી ચૂકેલા સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલની સોશિયલ મીડિયા પોસ્ટનો સ્ક્રીનશોટ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અહેમદ પટેલના પુત્ર ફૈસલે લખ્યું છે કે, "હું કોંગ્રેસ પાર્ટીથી અલગ થઈને એક નવું જૂથ - નવી પાર્ટી બનાવવાનું વિચારી રહ્યો છું, જેનું નામ 'કોંગ્રેસ (AP)' હશે."

ફૈઝલે કહ્યું કે, તેની બહેન મુમતાઝ પટેલ પણ તેની પાર્ટીમાં જોડાઈ શકે છે. જોકે, ફૈઝલની પોસ્ટ વાયરલ થયા પછી મુમતાઝે તરત જ સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા જારી કરીને તેના ભાઈના દાવાને નકારી કાઢ્યો.

ફૈઝલની બહેન મુમતાજે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, હું સ્પષ્ટ કરું છું કે મારો કોઈ નવી રાજકીય પાર્ટીમાં શામેલ થવાનો કે નવા ગ્રૂપનો હિસ્સો બનવાનો ઈરાદો નથી. મારા ભાઈના વિચાર  અને તેના નિર્ણયો સંપૂર્ણ રીતે તેના પોતાના છે. તેણે પોતાના ભાઈના વિચારો સાથે પોતાને ન જોડવાની અપીલ કરતાં કહ્યું કે, મહેરબાની કરીને મને આમાં ન જોડો. આભાર...

આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે પાર્ટી કર્ણાટકમાં આંતરિક વિખવાદ અને બિહારની ચૂંટણીમાં મળેલી હારથી ઝઝૂમી રહી છે. 
 
જણાવી દઈએ કે, અહમદ પટેલનો પરિવાર લાંબા સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલો છે. અહેમદ પટેલ ગાંધી પરિવારના ખૂબ જ નજીક હતા. તેમણે પાર્ટીને ઘણી ચૂંટણીમાં જીત અપાવી હતી. તેમના નિધન બાદ પુત્ર ફૈઝલ અને પુત્રી મુમતાજ પાર્ટી સાથે જોડાયેલા છે. પરંતુ ફૈઝલ હાલ હાંસિયામાં ધકેલાઈ ગયા બાદ નવી પાર્ટી બનાવવાની પોસ્ટ વાયરલ થતાં કોંગ્રેસમાં હલચલ મચી છે. 

આ સમાચાર શેર કરો