મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

'ચૈતર વસાવાએ મારું સમર્થન ન માગતા હું ભરૂચમાં પ્રચાર નહીં કરું'- મુમતાજ પટેલ

કોંગ્રેસ સહિતના પક્ષોના બનેલા ઈન્ડિયા ગઠબંધનના પ્રારંભથી જ બબાલ ચાલી રહી છે ત્યારે ગુજરા

'ચૈતર વસાવાએ મારું સમર્થન ન માગતા હું ભરૂચમાં પ્રચાર નહીં કરું'- મુમતાજ પટેલ

કોંગ્રેસ સહિતના પક્ષોના બનેલા ઈન્ડિયા ગઠબંધનના પ્રારંભથી જ બબાલ ચાલી રહી છે ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ અને આપ વચ્ચે થયેલા ગઠબંધન પ્રમાણે ભરૂચની બેઠક પરથી આપના ઉમેદવાર ચૈતર વસાવા ચૂંટણી લડી રહ્યાં છે.

સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર રહેલા અહેમદ પટેલનો આ બેઠક પર દબદબો હતો. જો કે, તેમના અવસાન બાદ આ બેઠક તેમના પરિવારને મળે તેવી માગ હતી. જો કે, ગઠબંધન પ્રમાણે આ બેઠક આપના ચૈતર વસાવાને ઉભા રખાયા છે. ત્યારે અહેમદ પટેલની દીકરી મુમતાજ પટેલએ કહ્યું કે, ચૈતર વસાવાએ મારું સમર્થન માગ્યુ નથી. તેથી ભરૂચમાં હું આપ માટે પ્રચાર નહીં કરું.

ગઠબંધન પાર્ટીએ કર્યુ છે

નવસારીના કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈના પ્રચારમાં આવેલા મુમતાજ પટેલે કહ્યું કે, "ચૈતર વસાવાએ મારું સમર્થન માગ્યું નથી. જેથી હું ભરૂચમાં પ્રચાર નહીં કરું. મને પ્રચાર માટે બોલાવવામાં આવી નથી. હું માત્ર કોંગ્રેસના ઉમેદવારોનો હાલ પ્રચાર કરી રહી છું. ચૈતર વસાવાએ મારું સમર્થન માગ્યું નથી. ચૂંટણી આવે છે, ત્યારે ધર્મની રાજનીતિ શરૂ થઈ જાય છે. પહેલી વાર ભરૂચની સીટ પર આઝાદી પછીથી કોંગ્રેસનો ઉમેદવાર નથી જે ખૂબ દુઃખની વાત છે. પરંતુ જે ગઠબંધન થયું છે. તેને પણ માનવું પડશે."

દેશની લડાઈ મહત્ત્વની

આજે દેશની જનતા પણ ખૂબ જ દબાણમાં છે. અન્ય પાર્ટીના લોકોને પ્રચાર કરવા માટે પણ રોકવામાં આવી રહ્યાં છે. એટલા માટે જ આ સરકારને પાડવી ખૂબ જરૂરી છે. હાલ અમારા પોતાના મુદ્દા કરતાં દેશનો મુદ્દો મોટો છે. જેથી અત્યારે બાકીનું બધું ભૂલીને અમે વર્તમાન સરકાર જે લોકશાહી અને બંધારણની હટાવવા માટે છે. તેમના વિરુદ્ધની મહત્વની લડાઈ છે. જેના માટે અમે લડી રહ્યાં છીએ.

આ સમાચાર શેર કરો