જુનાગઢના ઘેડ પંથકમાં વરસાદથી થયેલા નુકસાનનો કૃષિમંત્રીએ તાગ મેળવ્યો
સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. જેમાં ખાસ કરીને જુનાગઢ, જામનગર, દ્વારકા સહિતના જીલ્લાઓમાં ધોધમ

સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. જેમાં ખાસ કરીને જુનાગઢ, જામનગર, દ્વારકા સહિતના જીલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પગલે ભારે વરસાદના પગલે તબાહીના દ્દશ્યો સામે આવ્યા હતા. ત્યારે આ સ્થિતિ વચ્ચે કૃષિમંત્રી રાઘવજી પટેલે કેશોદ, માણાવદર પંથકની મુલાકાત લીધી હતી. તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ભાજપના આગેવાનો સાથે બેઠક યોજીને તમામ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. જીલ્લાની તમામ નદીઓના પાણી ઘેડમાં પહોંચતા ત્યાં મોટી સમસ્યા સર્જાય છે. એવામાં આ સમસ્યાની નિરાકરણ અંગે તેમણે જણાવ્યુ હતું.
30 વર્ષથી ભાજપની સરકાર છે, તો તેના ઉકેલ માટે કોઈ પગલા કેમ લીધા નથી
બીજી તરફ કૃષિમંત્રીની જુનાગઢ મુલાકાત પર કોંગ્રેસના ખેડૂત સંગઠનના નેતા પાલભાઈ આંબલિયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, કૃષિમંત્રીએ જુનાગઢ જીલ્લામાં અતિવૃષ્ટિ થઈ છે, તેવો સ્વીકાર કર્યો છે, તો પછી શા માટે પેકેજની જાહેરાત કરી નથી. 30 વર્ષથી ભાજપની સરકાર છે, તો તેના ઉકેલ માટે કોઈ પગલા કેમ લીધા નથી.
લોલીપોપ નહિ નક્કર પરીણામ આપો - પાલ આંબલિયા
ખોટા લોલીપોપથી ઘેડની જનતા થાકી ગઈ છે હવે લોલીપોપ નહિ નક્કર પરીણામ આપો. ઘેડનો પ્રશ્ન ઉકેલવા એક્શન પ્લાન 2 મહિનામાં જાહેર કરો. આ સાથે જ ઉબેણ નદીમાં કેમિકલ ઠાલવતા બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ઘેડના અંતરિયાળ ગામોની મુલાકાત કૃષિમંત્રીએ શા માટે લીધી નથી?








