મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત RTOમાંથી એજન્ટ નિમેશ ગાંધીએ દોઢ વર્ષમાં 500 RC બૂક ચોરી હોવાનું આવ્યુ સામે

સુરતમાં બાઈકની ડુપ્લિકેટ આરસી બૂક બનાવવાનું કૌભાંડ સામે આવ્યું હતું. જેના આધારે પોલીસે ક

સુરત RTOમાંથી એજન્ટ નિમેશ ગાંધીએ દોઢ વર્ષમાં 500 RC બૂક ચોરી હોવાનું આવ્યુ સામે

સુરતમાં બાઈકની ડુપ્લિકેટ આરસી બૂક બનાવવાનું કૌભાંડ સામે આવ્યું હતું. જેના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને પાંચ જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જેમની તપાસ દરમિયાન આરટીઓ એજન્ટ તરિકે કામ કરતાં નિમેશ ગાંધીએ આરટીઓમાંથી 600 જેટલી આરસી બૂક દોઢ વર્ષમાં જ ચોરી લીધી હોવાનું ખુલ્યું છે.

વધુ એક નામ ખુલ્યું

સુરત ક્રાઈમ બ્રાન્ચે બોગસ આરસી બુક કૌભાંડ ઝડપી પાડ્યાનો મામલે રોજ રોજ નવા ફણગા ફૂટી રહ્યા છે. કૌભાંડમાં વધુ એક નામ ખુલ્યું છે. જેમાં RTO એજન્ટ નિમેશ ગાંધીએ 500 જેટલી આરસી બુક ચોરી હોવાનું સામે આવ્યું છે. નિમેશ ગાંધીએ આરટીઓમાંથી આ બુક ચોરી હોવાની વિગતો સામે આવી છે.

વધુ ખુલાસાની શક્યતા

છેલ્લા દોઢ વર્ષથી આ કૌભાંડ ચાલતું હતું. ક્રાઈમ બ્રાન્ચે પૂછપરછમાં અંકિત પાસેથી વધુ વિગતો મેળવી છે. અંકિત નામનો આરોપી અસલ આરસી બુક નું લખાણ પેટ્રોલથી દૂર કરી તેની ઉપર નવું પ્રિન્ટિંગ કરી આપતો હતો. અંકિત આ કામ કરવાના એક આરતી બુકના 1500 રૂપિયા લેતો હતો. સુરત ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી આગામી દિવસોમાં વધુ ખુલાસા થાય તેવી શકયતા છે.

આ સમાચાર શેર કરો