મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં પોલીસ કમિશનરના જાહેરનામાના ઉડ્યા ધજાગરા, યુવકે જાહેરમાં જન્મદિવસ ઉજવી ફોડ્યા ફટાકડા

સુરતમાં પોલીસ કમિશનર દ્વારા જાહેરમાં જન્મદિવસ સહિતની ઉજવણી પર પ્રતિબંધ મૂકતુ

સુરતમાં પોલીસ કમિશનરના જાહેરનામાના ઉડ્યા ધજાગરા, યુવકે જાહેરમાં જન્મદિવસ ઉજવી ફોડ્યા ફટાકડા

સુરતમાં પોલીસ કમિશનર દ્વારા જાહેરમાં જન્મદિવસ સહિતની ઉજવણી પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું મૂક્યું છે. તેમ છતાં ઘણા નબિરાઓ પોલીસના કાયદાના ધજાગરા ઉડાવતા હોય તેવા કિસ્સા સામે આવ્યા છે. ત્યારે લિંબાયત વિસ્તારમાં રોડ પર રાત્રિના સમયે કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ફટાકડા ફોડ્યા

લિંબાયત મીઠીખાડી વિસ્તારમાં જાહેરમાં રસ્તા પર એકથી વધુ કેક કાપીને જન્મ દિવસ ઉજવ્યાનો વીડિયો વાયરલ થયો હતો. કેક કાપના સેલિબ્રેશન વખતે યુવક અને તેમના મિત્રોએ ફીણ વાળા ફુવારાથી એકમેકને ફીણથી રંગ્યા હતાં. મસ્તી કરતાં યુવકોએ જાહેરમાં ફટાકડા પણ ફોડ્યા હતા.

કાર્યવાહીની માગ

યુવકની જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરાઇ હતી. રાત્રિ દરમ્યાન જાહેરમાં કેક કાપી તેમજ ફટાકડા ફોડીને ઉજવણી કરાઇ હતી. અગાઉ પણ આ રીતે જન્મદિવસ ઉજવનારા તત્વોની શાન ઠેકાણે લાવવામાં આવી હતી.ત્યારે લોકોએ સોશિયલ મીડિયામા માગ કરી કે આ યુવકોને પણ પોલીસે કાયદાનો પાઠ ભણાવવો જોઈએ

આ સમાચાર શેર કરો