મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ફ્લડગેટ બંધ કરાયા બાદ પાણી ભરાતા તંત્ર કામે લાગ્યું, નીચાણવાળા વિસ્તારમાં પાણી ઉલેચવાનું યથાવત

સુરતમાં પડી રહેલા વરસાદ અને ઉકાઈ ડેમમાંથી અઢી લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતું

સુરતમાં ફ્લડગેટ બંધ કરાયા બાદ પાણી ભરાતા તંત્ર કામે લાગ્યું, નીચાણવાળા વિસ્તારમાં પાણી ઉલેચવાનું યથાવત

સુરતમાં પડી રહેલા વરસાદ અને ઉકાઈ ડેમમાંથી અઢી લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતું હતું. જેના પગલે તાપી નદી પરના ફ્લડગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા. જેથી નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ અને ડ્રેનેજના પાણી ભરાઈ ગયા હતા. આ ભરાયેલા પાણીને ઉલેચવા માટે તંત્ર દ્વારા મોટર પંપ મૂકવામાં આવ્યા હતા.

પાણીનો નિકાલ કરવા વ્યવસ્થા કરાઈ

સુરતના ઉપરવાસમાં આવેલા ઉકાઈ ડેમમાં આવેલા પાણીને કારણે તેમની સપાટી રૂલ લેવલ પર જાળવી રાખવા માટે 2.49 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતું હતું. જેથી શહેરનું પાણી તાપીમાં જવાની જગ્યાએ તાપીનું પાણી શહેરમાં બેક ન આવે તે માટે ફલડ ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા. જેથી તાપી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં ડ્રેનેજ સહિતના પાણી ભરાઈ ગયા હતા. આ પાણીનો નિકાલ કરવા માટે રાંદેર વિસ્તારમાં પાલિકા અને ફાયર વિભાગ દ્વારા ચાર જેટલા પંપ મૂકીને પાણી કાઢવામાં આવી રહ્યુ છે.

24 કલાકથી તંત્ર ખડેપગે

ફ્લડ ગેટ બંધ કર્યા બાદ ડ્રેનેજના પાણી માટે મોટર અને પાઇપ દ્વારા પાણી ઉલેચી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. આ કામગીરીને લઈને વરસાદી પાણી શહેરના નિચાણવાળા વિસ્તારોમાં ન ભરાય તે માટે છેલ્લા 24 કલાકથી અલગ અલગ જગ્યા પર આ રીતની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો