વડોદરામાં પૂર અને મગરનાં દ્રશ્યો બાદ સોશિયલ મીડિયામાં મિમ્સનું ઘોડાપૂર
દરેક ચોમાસાની સિઝનમાં પડતાં ભારે વરસાદથી વડોદરામાં ઘર આંગણે ટકોરા આપતા જીવલેણ જ

દરેક ચોમાસાની સિઝનમાં પડતાં ભારે વરસાદથી વડોદરામાં ઘર આંગણે ટકોરા આપતા જીવલેણ જડબા ધરાવતા મગરોની લાગે છે હવે વડોદરાવાસીઓને આદત પડી ગઈ છે. તાજેતરમાં જ આવેલા વડોદરાના પુલમાં અનેક મગરો નદી-નાળા છોડી વડોદરાના રસ્તા અને ગલીઓમાં આવી ગયા હતા અને ક્યાંક તો રહેઠાણ વિસ્તારોના બગીચામાં ટેસથી ટહેલતા પણ જોવા મળ્યા હતા. ત્યારે વડોદરામાં આવેલા પૂરની સાથે સાથે સોશિયલમીડિયામાં મિમ્સનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું.
જેમાં કોઈક યુઝરે મગરને ગરબાના પોશાકમાં ગરબા રમતા બતાવ્યા હતા, તો કોઈ યુઝરે PM મોદીને મગર શોધતા બતાવ્યા હતા. હદ તો ત્યારે થઈ ગઈ કે કોઈએ વડોદરામાંથી અમિતાભ બચ્ચને મગર પકડીને લઈ જતાં બતાવ્યા હતા. આ રહયું જુઓ મિમ્સનું નજરાણું...
સૌને પોસાય તેવી મગરની ટેક્સી
ચણિયાચોળી પહેરીને નાચતો મગર
મગરને શોધતા PM મોદીજી
વડોદરામાંથી મગર પકડીને જતાં અમિતાભ બચ્ચન
United Wayમાં ગરબા ગાવા જતો મગર








