મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સ્થાનિક ચૂંટણી બાદ ડાકોરમાં 7 અપક્ષ ઉમેદવારો ભગવો ધારણ કરી જોડાયા ભાજપમાં

સ્વરાજ્ય ચૂંટણીઓના પરિણામો આવ્યા પછી હવે પ્રમુખ તેમજ બોડી બનાવવા ભાજપ કમર કસી રહ

સ્થાનિક ચૂંટણી બાદ ડાકોરમાં 7 અપક્ષ ઉમેદવારો ભગવો ધારણ કરી જોડાયા ભાજપમાં

સ્વરાજ્ય ચૂંટણીઓના પરિણામો આવ્યા પછી હવે પ્રમુખ તેમજ બોડી બનાવવા ભાજપ કમર કસી રહી છે. ત્યારે ડાકોરમાં ૧૪- ભાજપ અને ૧૪- અપક્ષને બેઠકો મળતા કોકડું ગૂંચવાયું હતું. ખેડા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ ધ્વારા ૭- અપક્ષોને ભાજપનો ખેસ પહેરાવી ભાજપની ડાકોર નગરપાલિકાની બોડી બેસાડવામાં આવી હતી. સુચારુ વ્યવસ્થા તેમજ વિકાસ વિહોણા ડાકોરનો સર્વાંગી વિકાસ થાય તે માટે ૭ - અપક્ષોનો ટેકો લેવામાં આવ્યો હતો.

ખેડા જિલ્લાની ડાકોર નગરપાલિકામાં સાત અપક્ષ સભ્ય ભાજપમાં જોડાતા ભાજપનો ભગવો ડાકોર નગરપાલિકા પર લહેરાશે. અપક્ષના ઉમેદવારો  બિનકીબેન સેવક, ફાલ્ગુનીબેન વણકર, મંજુલાબેન વસાવા, શ્વેતાબેન પટેલ,જીગ્નેશભાઈ પટેલ, વિપુલભાઇ ડામોર, શૈલેષભાઇ ભરવાડ, અપક્ષ ઉમેદવારોએ ભાજપને સાથ આપ્યો છે.

પાટણમાં પણ 3 અપક્ષ ઉમેદવારો કોંગ્રેસમાં જોડાયા

પાટણમાંથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ ઉમેદવારોના પક્ષપલટાના સમાચાર સામે આવ્યા છે. ચાણસ્મા પાલિકાની ચૂંટણી મામલે અપક્ષમાંથી જીતેલા ઉમેદવારોએ કોંગ્રેસનો હાથ પકડ્યો છે. પાટણમાં શક્તિસિંહ ગોહિલના હસ્તે કોંગ્રેસનો ખેસ પહેરી અપક્ષમાંથી કોંગ્રેસમાં જોડાયા છે.

આ સમાચાર શેર કરો