પાટણમાં ચૂંટણી બાદ જીતેલા ત્રણ અપક્ષ ઉમેદવારો જોડાયા કોંગ્રેસમાં, શક્તિસિંહ ગોહિલના હસ્તે પહેર્યો ખેસ
પાટણમાંથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ ઉમેદવારોના પક્ષપલટાના સમાચાર સામે આવ્યા છે. ચા

પાટણમાંથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ ઉમેદવારોના પક્ષપલટાના સમાચાર સામે આવ્યા છે. ચાણસ્મા પાલિકાની ચૂંટણી મામલે અપક્ષમાંથી જીતેલા ઉમેદવારોએ કોંગ્રેસનો હાથ પકડ્યો છે. પાટણમાં શક્તિસિંહ ગોહિલના હસ્તે કોંગ્રેસનો ખેસ પહેરી અપક્ષમાંથી કોંગ્રેસમાં જોડાયા છે.
પાટણ જિલ્લાની ચાણસ્મા પાલિકાની ચૂંટણીમાં ત્રણ અપક્ષ વિજેતા ઉમેદવારો કોંગ્રેસમાં જોડાયા છે. અપક્ષ ઉમેદવારોમાં એક ભાજપ પક્ષે સસ્પેન્ડ કરેલ ચાણસ્મા શહેર ભાજપ ઉપપ્રમુખ પુરુષોતમ પટેલ પણ કોંગ્રેસમાં જોડાયા છે. ચાણસ્મા પાલિકામાં 15 બેઠકો સાથે ભાજપ બહુમતીમાં તો સામે અપક્ષ ઉમેદવારો જોડાતા કોંગેસની 5માંથી 8 બેઠકો થઇ છે.




