મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામને લઈ સંસદ સભ્ય શક્તિસિંહ ગોહિલ અને ઈસુદાન ગઢવીનું નિવેદન

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિમાણને લઈ શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામને લઈ સંસદ સભ્ય શક્તિસિંહ ગોહિલ અને ઈસુદાન ગઢવીનું નિવેદન

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિમાણને લઈ શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરેન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, 2018માં ચૂંટણી યોજાઈ હતી તે સમયે કોંગ્રેસના 78 ધારાસભ્યો હતા તે સમયે વાતાવરણ સારું હતું. અત્યારે 12 ધારાસભ્યો સાથે જે પરિમાણ આવ્યા છે તે નિરાશાજનક નથી. 2018ની સરખામણીમાં અત્યારે શીટમાં વધારો થયો છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં 2018માં એક કોર્પોરેટર હતા જ્યારે હાલમાં 11 કોર્પોર્ટેટરની જીત થઈ છે. જૂનાગઢ વાસીઓએ પ્રેમ આપ્યો તે માટે આભાર માનું છું.

વધુમાં શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, લોકશાહીમાં માન્ય નથી તેવા કાવાદાવા થયા. અમારા ઉમેદવારે સ્ટિંગ કર્યું ફોર્મ પરત ખેંચવા માટે 7.50 લાખથી 3.50 લાખમાં સેટલ કરવામાં આવ્યું. ખુબ નિષ્ઠાથી અમારા કોંગ્રેસના ઉમેદવાર ઊભા રહ્યા તે તમામ લોકોને અભિનંદન આપું છું. બનાસકાંઠામાં અમે જીતી શકાય એમ છે તો પણ તે ચૂંટણી જાહેર કરવામાં ન આવી. ઉત્તરગુજરાતમાં સફાયો નહીં પણ ગત વર્ષ કરતા દરેક જગ્યાએ સીટમાં વધારો થયો છે.

આપ નેતા ઈશુદાન ગઢવીએ પણ આપી પ્રતિક્રિયા

આજે સ્થાનિક સ્વરાજની નગરપાલિકા ચૂંટણીના પરિણામ જાહેર થયા છે. આમ આદમી પાર્ટીએ અલગ અલગ નગરપાલિકાઓમાં 500થી વધુ સીટો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા હતા અને તેમાંથી લગભગ 35થી વધુ સીટો પર આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. આમ આદમી પાર્ટીને રોકવા માટે ભાજપ દ્વારા અનેક ષડયંત્ર રચવામાં આવ્યા અને સામ-દામ દંડ ભેદની નીતિથી આમ આદમી પાર્ટીના ઉમેદવારોને બેસાડી દેવાની કોશિશ કરવામાં આવી હતી. ઘણી જગ્યાએ ખોટી રીતે ઉમેદવારોના ફોર્મ રદ કરવામાં આવ્યા અને ડરાવવા ધમકાવવામાં પણ આવ્યા.

તેમ છતાં પણ આમ આદમી પાર્ટીએ 35થી વધુ મહત્વપૂર્ણ સીટ પર જીત હાસિલ કરી અને ઘણી નગરપાલિકાઓમાં વિપક્ષની મુખ્ય ભૂમિકાઓમાં પણ આમ આદમી પાર્ટી રહેશે. આ મહત્વપૂર્ણ જીત પર આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કાર્યકર્તાઓનો અને જનતાનો આભારો માન્યો અને સાથે સાથે જાહેરાત કરી કે આવનારી મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત-તાલુકા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી 8000થી વધુ ઉમેદવારોને ચૂંટણીમાં ઉતારશે.

આ સમાચાર શેર કરો