મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

તબાહી બાદ વડોદરાવાસીઓમાં ભારે રોષ, 'મેયર રાજીનામું આપો'ના પોસ્ટર લાગ્યા

After the devastation 'mayor resign' posters in vadodara | વડોદરામાં વિનાશક પૂરે સમગ્ર શહેરને ભારે મુશ્કેલીમાં મૂક્યું છે. જેના પગલે વડોદરાવાસીઓમાં ભારે રોષ

તબાહી બાદ વડોદરાવાસીઓમાં ભારે રોષ, 'મેયર રાજીનામું આપો'ના પોસ્ટર લાગ્યા

વડોદરામાં વિનાશક પૂરે સમગ્ર શહેરને ભારે મુશ્કેલીમાં મૂક્યું છે. જેના પગલે વડોદરાવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે મહાનગરપાલિકાના કચેરી ખાતે પહોંચી લોકોએ મેયર પિન્કીબેન સોની સામે રોષ ઠાલવ્યો હતો.. મેયર રાજીનામું આપે તેવા પોસ્ટર અને સૂત્રોચાર સાથે વિરોધ કર્યો હતો. એટલું જ નહીં વેરામાં માફી આપવામાં આવે તેવી પણ માગણી કરી હતી. 

વડોદરા શહેરમાં પૂર આવ્યા તે અગાઉથી પાલિકા તંત્રએ અનેક વિસ્તારોમાં પાણીનો પુરવઠો બંધ કર્યો હતો. જે આજે સતત પાંચમા દિવસે હજુ પૂર્વવત કરી શકાયો નથી. આમ હવે પાલિકા તંત્રના ઉચ્ચ અધિકારીઓ, પાણી પુરવઠા અધિકારીઓ અને પદાધિકારીઓ પાણી જેવી પ્રાથમિક સુવિધા ખરા સમયે નાગરિકોને આપવામાં નિષ્ફળ સાબિત થયા હોવાનું ફલિત રહ્યું છે.

પૂરના પાણી ઓસર્યા પછી પણ નાગરિકોની મુશ્કેલીઓનો અંત આવી રહ્યો નથી. પાલિકા તંત્ર દ્વારા અનેક કામગીરી ઝડપથી ન થતા નાગરિકો હવે લાચારીનો અનુભવ કરી રહ્યા છે. શહેરમાં એક પછી એક ફરિયાદો પૂરના પાણી ઓસર્યા બાદ સતત વધી રહી છે. પૂરના પાણી ઓસર્યા પછી પણ સતત ચાર દિવસથી પીવાનું પાણી તંત્ર આપી શક્યું નથી. એક તરફ નાગરિકો બેથી ત્રણ દિવસ સુધી વીજળી વિના હતા ત્યારે બીજી તરફ અનેક નાગરિકો પાણી વિના હજુ પણ તડફડી રહ્યા છે. તેઓને પીવા માટે વેચાતું પાણી લાવવું પડે છે પરંતુ દૈનિક ક્રિયા માટે પણ પાણી વિના ખૂબ હાલાકી વેઠી રહ્યા છે.

પૂરના પાણી ઉતરી ગયાના 48 કલાકથી પણ વધુ સમય વીતી ગયો હોવા છતાં ફતેગંજ વિસ્તારમાં અનેક જગ્યાએ ગેસ પુરવઠો હજુ પૂર્વવત થઈ શક્યો નથી. અહીં રહેતા લોકોએ પોતાના જમવા અને ચા-નાસ્તા માટે અન્ય સંબંધીઓ અથવા પાડોશીઓ પર આધાર રાખવો પડી રહ્યો છે.

આ સમાચાર શેર કરો