મિત્રના મોત બાદ તેનો ફોન ચોરી 3 લાખની સ્માર્ટ ચોરીનો ગુનો ઉકેલી મૃતકની વિધવાને પોલીસે 3 લાખ પરત કર્યા
સુરતનાં કાપોદ્રામાં મિત્રતાને લાંછલ લગાવતો કિસ્સો બન્યો હત

સુરતનાં કાપોદ્રામાં મિત્રતાને લાંછલ લગાવતો કિસ્સો બન્યો હતો. જેમાં મિત્રના મોત બાદ મિત્રએ તેના 12માના દિવસે મોબાઈલ ચોરી લઈને ગૂગલ પેથી 3 લાખ રૂપિયા ઉસેટી લીધા હતાં. ત્યારે આ ગુનાનો ભેદ ઉકેલી પોલીસે આરોપીને ઝડપી લઈને મુદ્દામાલ કબજે કર્યો હતો. જે રૂપિયા આ જે મૃતકની વિધવાને પોલીસે અર્પણ કર્યા હતાં.
આ રીતે કરી હતી ચોરી
આરોપી સંદીપને ફોનના પાસવર્ડ અને ગૂગલ પેના યૂપીઆઈ પીન તથા પાસવર્ડ અગાઉથી જાણી લીધેલા હતાં. જેથી તેનો ઉપયોગ કરીને અલગ અલગ રીતે 3 લાખ ઓનલાઈન ટ્રાન્જેક્શન કરી ચોરી લીધા હતાં. આ અંગેની જાણ જ્યારે મૃતકના પરિવારને થઈ ત્યારે તેઓએ ઓનલાઈન ઈ એફઆઈઆર દાખલ કરાવી હતી. જેથી કાપોદ્રા પોલીસે મોબાઈલ ઘરફોડની તથા તે મોબાઈલ મારફતે 3 લાખ ટ્રાન્સફર કરી અંજામ આપનારને ચોરીના ગુનાના મુદ્દામાલના 3 લાખ અને મોબાઈલ ફોન સાથે ઝડપી લઈ ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.
કોર્ટે હુકમ કર્યો હતો
મરનારનાં મિત્ર સંદીપને ઝડપી લઈ તેની પાસેથી રૂપિયા બરામદ કર્યા હતાં. 3 લાખ રૂપિયા અને મોબાઈલ કાપોદ્રા પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન અને કોર્ટમાં ફરિયાદીને સહયોગ કર્યો હતો. નામદાર કોર્ટનાં હુકમ બાદ આજરોજ ફરિયાદીને તેરા તુજકો અર્પણ અંતર્ગત કાપોદ્રા પીઆઇ. એમ બી. ઔસુરા દ્વારા ત્રણ લાખ દસ હજારનો મુદ્દામાલ સુપ્રત કરવામાં આવ્યો હતો.








