સુરેન્દ્રનગર/ ખાણમાં 3 મજૂરોના મોત બાદ પોલીસે 4 સામે ફરિયાદ નોંધી, લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવા માંગ
સુરેન્દ્રનગરના ભેટ ગામે ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં 3 મજૂરોના મોત મામલે પોલીસ

સુરેન્દ્રનગરના ભેટ ગામે ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં 3 મજૂરોના મોત મામલે પોલીસ તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. ગેરકાયદેસર કોર્બોસેલની ખાણો ભાજપના આગેવાનો અને ચૂંટાયેલા મુળી તાલુકાના હોદેદારોની હોવાનું બહાર આવ્યું છે.
4 લોકો સામે મુળી પોલીસ મથકમાં ગુનો દાખલ
પોલીસે મૂળી તાલુકા પંચાયત કારોબારી ચેરમેન કલ્પેશ પરમાર, જિલ્લા પંચાયતના સભ્યના પતિ ખીમજી સહિત 4 લોકો સામે મુળી પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં કર્યો છે. ઉલ્લેખનીય છે કે રાજકારણની આડમાં ગેરકાયદેસર કાર્બોસેલનું ખોદકામ કરવામાં આવતા હોવાનું બહાર આવ્યું છે.જેમાં નાના મજુરોના મોત થાય છે.અને સત્તા પર બેઠેલા આગેવાનો પોતાના પદ્દના ભારથી તેને છુપાવવનો પ્રયાસ કરે છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ચાલતી કાર્બોસેલની ખાણમાં ગેસ ગળતરની ઘટનામાં છેલ્લા 6 માસમાં 12 શ્રમિકોના મોત થયા છે.જે અંગે સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ તમામ ઘટનાની પાછળ ભાજપના જ લોકો જવાબદાર છે. સરકાર અને સ્થાનિક નેતાઓ અને તંત્રની સાંઠગાઢથી આ કાર્બોસેલની ચોરી થઈ રહી છે.
લેન્ડ ગ્રેબિંગ અંગે ગુનો દાખલ કરવાની માંગ આપના નેતાઓએ કરી
સુરેન્દ્રનગરમાં ત્રણ મજૂરોના મોત મામલે આમ આદમી પાર્ટીના નેતાઓ મેદાને આવ્યા છે. ભાજપ સાથે જોડાયેલા ભુમાફિયાઓની ગેરકાયદેસર ખાણોમાં જે દુર્ઘટના સર્જાઈ છે, જેમાં લેન્ડ ગ્રેબિંગ અંગે ગુનો દાખલ કરવાની માંગ આપના નેતાઓએ કરી છે. સરકારી જમીનો પર ગેરકાયદેસર કાર્બોસેલની ખાણો ખોદી ભાજપના નેતાઓ મજૂરોના મોતના સોદાગર બની રહ્યા છે.






