મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કરોડોના ધુમાડા બાદ ડ્રીમ પ્રોજેક્ટ 'સી પ્લેન' ફ્લોપ, તેનું સંચાલન કરવા કોઈ તૈયાર નથી

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર મોટા ઉપાડે શરુ કરાયેલું સી-પ્લેન અત્યારે ક્યાં છે તેનો કોઈ અતોપતો નથ

કરોડોના ધુમાડા બાદ ડ્રીમ પ્રોજેક્ટ 'સી પ્લેન' ફ્લોપ, તેનું સંચાલન કરવા કોઈ તૈયાર નથી

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર મોટા ઉપાડે શરુ કરાયેલું સી-પ્લેન અત્યારે ક્યાં છે તેનો કોઈ અતોપતો નથી. રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે સી-પ્લેનની ઉડાનને પ્રતિસાદ જ સાંપડ્યો નહીં. આખર ડ્રીમ પ્રોજેક્ટ સી-પ્લેન ફ્લોપ થયું હતું. મહત્વની વાત એ છે કે, સી-પ્લેન માટે ગુજરાત સરકારને ઓપરેટર જ નથી મળતો.

ફરી એકવાર વિધાનસભા ગૃહમાં સી-પ્લેનનો મુદ્દો ઉછળ્યો હતો. સી-પ્લેન વિશએ કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે સવાલ પૂછતાં એવી દલીલ કરી છે કે, કોરોના હોવાને લીધે સી પ્લેન બંધ કરવામાં આવ્યું હતું. સાથે સાથે ઓપરેટર માટે ઓપરેશનલ પ્રશ્ન ઉપસ્થિત થતાં આ સેવા બંધ કરવામાં આવી હતી.

સી-પ્લેન પાછળ કુલ મળીને રુ. 19.50 કરોડનો ધુમાડો કરવામાં આવ્યો હતો તેમ છતાં આ પ્રોજેક્ટને સફળતા સાંપડી ન હતી. માલદીવની જેમ સાબરમતી રિવરફ્રન્ટ પર સી પ્લેન ઉડાડવા યોજના હતી પણ કરોડો રુપિયાના આ પ્રોજેક્ટને પ્રવાસીઓએ નકારી કાઢ્યો હતો. સી-પ્લેન માટે મુસાફરો મેળવવા અઘરા બન્યા હતા.

સાબરમતીમાં પાણીનો પ્રવાહ આવતાં સી-પ્લેન માટે ખાસ બનાવવામાં આવેલું સ્ટેન્ડ પણ તણાઈ ગયું છે. ચાર વર્ષ થયાં હજુ સુધી સી-પ્લેન ટર્મિનલ પણ બંધ અવસ્થામાં પડી રહ્યું છે. સી-પ્લેન સફેદ હાથી સમાન હોવાથી કોઈ ઓપરેટર સંચાલન કરવા તૈયાર નથી તેમ છતાંય સરકારે એમ કહ્યું કે, સી-પ્લેન શરુ કરવા વિચારણા ચાલી રહી છે.

આ સમાચાર શેર કરો