અમદાવાદમાં DG ઓફિસમાં કાર્યરત P.I.નું હાર્ટએટેકથી નિધન, પોલીસબેડામાં શોકનો માહોલ
રાજ્યમાં વધુ એક પોલીસકર્મીનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર DG ઓફિસમાં કા

રાજ્યમાં વધુ એક પોલીસકર્મીનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર DG ઓફિસમાં કાર્યરત P.I. ખરાડીનું હાર્ટ એટેકથી મોત થયું છે. P.I. મોત નિપજતા પરિવાર પર આભ તૂટી પડ્યો હતો. તેમને અચાનક હાર્ટ એટેક આવ્યો અને સારવાર મળે તે પહેલાં જ તેમનું નિધન થયું હતું.
DG ઓફિસમાં કાર્યરત P.I. ખરાડીનું હાર્ટ એટેકથી મોત
P.I.ના હાર્ટએટેકથી નિધન બાદ પોલીસ બેડામાં શોકનો માહોલ જોવા મળ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે બે દિવસ પહેલા શહેરના કોન્સ્ટેબલને હાર્ટ એટેક આવ્યો હતો. કોન્સ્ટેબલને CPR આપ્યો છતાં જીવ બચ્યો નહોતો.
પોલીસ કોન્સ્ટેબલનું હાર્ટ એટેક આવતા નિધન
અમદાવાદના ગોમતીપુર હેડક્વાર્ટરમાં પરેડ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહને છાતીમાં દુખાવો થતા ફરજ પર હાજર અન્ય પોલીસ કર્મીઓએ સીપીઆર આપીને તેનો જીવ બચાવવા પ્રયાસ કર્યો હતો.
પરેડ ગ્રાઉન્ડમાં જ પોલીસ કોન્સ્ટેબલનું નિધન
પરેડ ગ્રાઉન્ડમાં જ પોલીસ કોન્સ્ટેબલનું નિધન થયું હતું. તે બાદ પોલીસ કોન્સ્ટેબલને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પર હાજર તબીબે કોન્સ્ટેબલને મૃત જાહેર કર્યા હતા. વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અર્જુનસિંહ ગોમતીપુર હેડક્વાર્ટર ખાતે પરેડમાં હાજર હતા આ દરમિયાન છાતીમાં દુખાવો ઉપડ્યો હતો.






