અમદાવાદમાં ફરી હિટ એન્ડ રન: ચોટીલા જઈ રહેલા પદયાત્રીઓ પર કાર ફરી વળતા એકનું મોત
ગુજરાતભરમાંથી જાણે અકસ્માતની ઘટનાઓનો સિલસિલો યથાવતરુપે જોવા મળી રહ્યો છે. એવામાં અમદાવાદમાંથી પણ

ગુજરાતભરમાંથી જાણે અકસ્માતની ઘટનાઓનો સિલસિલો યથાવતરુપે જોવા મળી રહ્યો છે. એવામાં અમદાવાદમાંથી પણ અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદમાં હિટ એન્ડની ઘટનાએ સ્વરુપ લીધું હતું જેમાં કાર અને ડમ્પર ચાલક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.
અમદાવાદમાં બાવળા બગોદરા હાઈવે પર કલ્યાણગઢ ગામ પાસે જઈ રહેલા પદયાત્રીની કારને ડમ્પર ચાલક ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. પદયાત્રીની કારને ડમ્પર ચાલકે ટક્કર મારતા આગળ જઈ રહેલા બે પદયાત્રી પર કાર ફરી વળી હતી અને ખાડામાં ખાબકી હતી. આ ગંભીર અકસ્માતમાં એક પદયાત્રીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે અન્ય એકને સામાન્ય ઈજા પહોંચી હતી. જો કે, 108ની મદદથી ઇજાગ્રસ્તને સારવાર આપવામાં આવી હતી. પદયાત્રીઓ અમદાવાદથી પદયાત્રા કરીને ચોટીલા જઈ રહ્યા હતા એવામાં આ ગમખ્વાર અકસ્માતની ઘટનાએ સ્વરુપ લીધું હતું. અકસ્માતની જાણ થતાં બનાવને લઇ બગોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તેમજ અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા ટ્રક ચાલકને શોધવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.



