લાઠી તાલુકાના હવતડ અને ઇગોરાળા વચ્ચે અકસ્માત, બાળકી સહિત 3 લોકોના મોત
અમરેલી: લાઠી તાલુકાના હવતડ અને ઇગોરાળા વચ્ચે અકસ્માતમાં ત્રણ લોકો મોત થય

અમરેલી: લાઠી તાલુકાના હવતડ અને ઇગોરાળા વચ્ચે અકસ્માતમાં ત્રણ લોકો મોત થયા છે જયારે એક વ્યક્તિ ઘાયલ થયો છે.
લાઠી તાલુકાના હવતડ અને ઇગોરાળા વચ્ચે રિક્ષા અને મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ લોકોના મોત થયા છે. આ એક્મતમાં રિક્ષાચાલક ઘાયલ થતા અમરેલી સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. ખારાના દેવીપૂજક પરીવાર મોટર સાયકલ પર જઇ રહ્યો હતો ત્યારે અકસ્માત નડ્યો હતો. આ માર્ગ અકસ્માતમાં બે શખ્સો અને એક બાળકીનું મોત થયું છે. અકસ્માતમાં મૃત્યુ પામેલ લોકોને દામનગર સિવિલ હોસ્પિટલમાં પી.એમ લઇ જવાયા છે.
મૃતકોની યાદી:
- જગદીશભાઈ વાઘેલા
- દીનેશભાઇ વાઘેલા
- રાજલબેન વાઘેલા ઉમર વર્ષ 3






