મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ઇડર-વડાલી સ્ટેટ હાઇવે પર મોડી રાતે સર્જાયો અકસ્માત, 2ના મોત 12 લોકો ઈજાગ્રસ્ત

રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બે લોકોએ જીવ ગુમાવ્યો હોવાનું પ

રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બે લોકોએ જીવ ગુમાવ્યો હોવાનું પણ સામે આવ્યું છે.  મળતા અહેવાલ પ્રમાણે સાબરકાંઠામાં ભીષણ અકસ્માત સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે  સાબરકાંઠા જિલ્લાના ઇડર-વડાલી સ્ટેટ હાઇવે પર ગુરુવારે મોડી સાંજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. સમગ્ર દુર્ઘટનાના CCTV સામે આવ્યા હતા.

ભીષણ અકસ્માતમાં 2 લોકોના મોત થયા

આ ભીષણ અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. જ્યારે 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા અને અન્ય 12થી વધુ મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. પ્રાથમિક માહિતી અનુસાર એક જીપમાં મુસાફરોને ઠાંસીને ઠાંસીને ભર્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે 02 ના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા હતા.

ગંભીર રીતે ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા

ગંભીર રીતે ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ધોરણે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. અકસ્માતે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો