સુરત / ફૂટ પેટ્રોલિંગ દરમિયાન અચાનક યુવક ભાગ્યો, શંકા જતા પોલીસ પણ પાછળ દોડી, પછી જે મળ્યું એ
સુરતમાં લોકસભાની ચૂંટણી અગાઉ રોજે રોજ પોલીસનું અલગ અલગ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ થઈ રહ્યું છે. ત્યારે

સુરતમાં લોકસભાની ચૂંટણી અગાઉ રોજે રોજ પોલીસનું અલગ અલગ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ થઈ રહ્યું છે. ત્યારે માન દરવાજા પાસે ફૂટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને જોઈને એક યુવક ભાગવા લાગ્યો હતો. તેની પૂછપરછ કરતા તેની પાસે MD ડ્રગ્સ હોવાનું સામે આવ્યુ હતું. પોલીસ દ્વારા 20 લાખની કિંમતનું 200 ગ્રામ એમડી ડ્રગ્સના મુદ્દામાલ સાથે મોહંમદ તોકિર શેખની ધરપકડ કરવામાં આવી છે. તેને ડ્રગ્સ આપનાર રેહાન જાવેદ શેખને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
પોલીસ પણ ચોંકી
સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સુરતના માન દરવાજા વિસ્તારમાં ફુટ પેટ્રોલિંગ કરવામાં આવતું હતું.જે દરિયાન પકડાયેલા શખ્સ પાસેથી 200 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું હતું. 20 લાખ રૂપિયામી કિંમતનું 200 ગ્રામ ડ્રગ્સ મળતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. આ ઉપરાંત તેની પાસેથી એક મોબાઈલ અને 1200 રૂપિયા રોકડ પણ મળી આવ્યા હતા. જેથી પોલીસે આ શખ્સ પાસેથી 20,45,400નો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલા આ શખ્સનું નામ પૂછતા તેને પોતાનું નામ મોહમ્મદ તોકીર ઉર્ફે તોસીફ શેખ હોવાનું જણાવ્યું હતું.
બન્ને શખ્સ હેરાફેરી કરતા
આરોપીની ધરપકડ બાદ તેની પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે, આરોપી મોહમ્મદ તોકીર સુરતના રુસ્તમપુરા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે. તેને આ MD ડ્રગ્સનો મુદ્દામાલ રેહાન જાવીદ શેખ નામના ઈસમ દ્વારા આપવામાં આવ્યો હતો. મોહમ્મદ તોકીર રેહાન જાવેદ શેખના જણાવ્યા અનુસાર ડ્રગ્સના જથ્થાની હેરાફેરી કરતો હતો. બંને સાથે મળીને આ જ પ્રકારે છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સની હેરાફેરી કરતા હતા. ત્યારે હાલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રેહાન જાવીદ શેખને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. મોહમ્મદ તોકીરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય કેટલાક લોકો તેમની સાથે સંડોવાયેલા છે. તે બાબતે પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.








