મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં તાળા તોડીને ઘરમાં ઘુસી એક એકને ઝડપી લેવાયા, સવાર સુધીમાં આ રીતે અસામાજિક તત્વોને દબોચ્યા

હાલ ઠેર-ઠેર રાજ્યભરમાં ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી ચાલી રહી છે. ત્યારે સુરતના

સુરતમાં તાળા તોડીને ઘરમાં ઘુસી એક એકને ઝડપી લેવાયા, સવાર સુધીમાં આ રીતે અસામાજિક તત્વોને દબોચ્યા

હાલ ઠેર-ઠેર રાજ્યભરમાં ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી ચાલી રહી છે. ત્યારે સુરતના સૈયદપુરા વરિયાળી બજારમાં સ્થાપના કરવામાં આવેલી શ્રીજીની મૂર્તિ પર ચાર-પાંચ અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સ્થિતિ વણસી હતી. ગૃહમંત્રીના આદેશ બાદ પોલીસ જવાનોએ ટેક્નિકલ સર્વેલન્સના આધારે શાંતિમાં પલિતો ચાંપનારના ઘરમાં ઘુસીને એક એકને દબોચી લીધા હતાં. જેમણે દરવાજા ન ખોલ્યા તેના તાળા તોડીને પણ તમામને બહાર કાઢવામાં આવ્યા હતાં.

27ની અટકાયત

મુસ્લિમ બાળકોએ કરેલા પથ્થર મારા બાદ વાતાવરણ તંગ થયું હતું. અસામાજિક તત્વોએ વાહનોમાં આગ ચાંપી તોડફોડ કરી હતી. આ મામલે લોકો દ્વારા ઘટનાની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસના ધાડેધાડા ઉતારવામાં આવ્યા હતા. અડધીરાતે આરતી થઈ હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી જણાવ્યું છે કે, પથ્થરમારામાં અત્યારસુધીમાં 27 લોકોની અટકાયત કરવામાં આવી છે. 

દરવાજા ન ખોલનારાના તાળા તોડાયા

ગૃહમંત્રીએ કહ્યું કે, પોલીસ સૂર્યનું પહેલું કિરણ ઉગે તે પહેલા તમામને પકડી લેશે. બસ ત્યારબાદ પોલીસે ઘરના દરવાજા બંધ કરીને અંદર છુપાઈ ગયેલા તમામને બહાર કાઢ્યા હતાં. કોઈ શર્ટ ઉતારીને ગંજી પહેરીને સૂઈ ગયું હતું. તેને પણ પકડીને પોલીસ લોકઅપમાં પૂરી દેવામાં આવ્યા છે.હાલ ઘટનાસ્થળે શાંતિપૂર્ણ માહોલ છે. તેમજ પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો