મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ/ બાવળા પછી આ ગામમાં નકલી ડૉક્ટરની બીજી હૉસ્પિટલ ઝડપાઇ, આરોગ્ય વિભાગ ઉંઘતુ રહ્યું!

ગુજરાતમાં નકલી સ્કૂલ, નકલી ટોલનાકું, નકલી IAS અધિકારી બાદ હવે મલ્ટિસ્પેશ્યાલિટી હૉ

અમદાવાદ/ બાવળા પછી આ ગામમાં નકલી ડૉક્ટરની બીજી હૉસ્પિટલ ઝડપાઇ, આરોગ્ય વિભાગ ઉંઘતુ રહ્યું!

ગુજરાતમાં નકલી સ્કૂલ, નકલી ટોલનાકું, નકલી IAS અધિકારી બાદ હવે મલ્ટિસ્પેશ્યાલિટી હૉસ્પિટલ ચલાવતા નકલી ડૉક્ટર ઝડપાવાની ઘટના સામે આવી છે. અમદાવાદ જિલ્લામાંથી એક જ બોગસ ડૉક્ટર દ્વારા ચલાવવામાં આવતી બીજી મલ્ટિસ્પેશ્યાલિટી હૉસ્પિટલ ઝડપાઇ છે. બોગસ ડૉક્ટર મેહુલ ચાવડા બાવળા બાદ મોરૈયામાં  મલ્ટિસ્પેશ્યાલિટી હૉસ્પિટલ ચલાવીને દર્દીઓના જીવને જોખમમાં મુકતો હોવાનું સામે આવ્યું છે.

બાવળા બાદ મોરૈયામાંથી નકલી હૉસ્પિટલ ઝડપાઇ

બાવળા ખાતે અનન્યા મલ્ટિસ્પેશ્યાલિટી હૉસ્પિટલમાં જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા રેડ પાડવામાં આવી હતી. મેહુલ ચાવડા નામની વ્યક્તિ કોઇ ડિગ્રી વગર જ ડૉક્ટર હોવાનો સ્વાંગ રચીને દર્દીઓના જીવને જોખમમાં મુકતો હોવાનું જાણવા મળ્યું હતું. દરોડા દરમિયાન એવું પણ સામે આવ્યું કે દર્દીની ફાઇલમાં ડૉક્ટરનું નામ કે એડ્રેસ લખવામાં આવ્યું નહોતું જેના પગલે આરોગ્ય વિભાગ દ્વારા અનન્યા મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલને સીલ મારી દેવામાં આવી હતી.

હવે આ જ ડૉક્ટર મેહુલ ચાવડાની અન્ય એક હોસ્પિટલ મોરૈયા ખાતે આવેલી હોવાનું આરોગ્ય વિભાગને જાણવા મળ્યું હતું. તે બાદ આરોગ્ય વિભાગ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

અમદાવાદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શૈલેષ પરમાર અને તેમની ટીમ દ્વારા આ કથિત મોરૈયા જનરલ હોસ્પિટલમાં દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા પાડવામાં આવ્યા તે અગાઉ જ મેહુલ ચાવડા અને સાગરીતો હોસ્પિટલના સાધનો લઈને ફરાર થઈ ગયા હતા. 

આરોગ્ય વિભાગની તપાસમાં થયો મોટો ખુલાસો

આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતા હૉસ્પિટલનું બોર્ડ અને મેડિકલ વેસ્ટ જોવા મળ્યું હતું અને બોર્ડમાં જે મોબાઇલ નંબર હતો તે કેરાળા અને મોરૈયા બન્ને હોસ્પિટલના એક સરખા જ હતા.  અમદાવાદ ગ્રામ્યમાં ગામડે ગામડે બોગસ ડૉક્ટરો જોવા મળતા લોકોના જીવન સાથે ચેડાં થઇ રહ્યાં છે. આરોગ્ય વિભાગ અને અમદાવાદ ગ્રામ્ય એસઓજીની ટીમ દ્વારા આવા બોગસ દવાખાનામાં દરોડા પાડીને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

આ સમાચાર શેર કરો