ઉમરગામમાં આદિવાસી દિવસની ઉજવણી બે ભાગમાં વહેંચાઈ, એક રાજકીય તો બીજો બિન રાજકીય કાર્યક્રમ યોજાયો
વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ઠેર ઠેર રંગારંગ કાર્યક્રમ યોજાઈ

વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ઠેર ઠેર રંગારંગ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. ત્યારે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના બે રંગ જોવા મળ્યા હતા. અલગ અલગ રીતે યોજાયેલા બે કાર્યક્રમમાં એકમાં રાજકીય રંગ જોવા મળ્યો હતો. જ્યારે બીજો બિન રાજકીય કાર્યક્રમ યોજાયો હતો.
વાહવાહી લૂંટવાના પ્રયત્ન
ઉમરગામ તાલુકામાં આદિવાસી દિવસની ઉજવણી બે ભાગમાં વહેંચાઈ જતા એક રાજકીય તો બીજો દિન રાજકીય કાર્યક્રમ જોવા મળ્યો હતો. બિન રાજકીય આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમમાં આદિવાસી સમાજના વિકાસ સામે પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા હતા. જ્યારે રાજકીય કાર્યક્રમમાં વાહવાહી લૂંટવાના પ્રયત્ન થયા હતા.
સાડી વિતરણની જાહેરાત
ઉમરગામ તાલુકામાં આદિવાસીઓના પરિવારો વિકાસની સગવડોથી વંચિત હોવાનું જણાવવામાં આવ્યું હતું. ત્યારે રાજકીય ભાજપના કાર્યક્રમમાં બહેનોને સાડી વિતરણની જાહેરાત કરવામાં આવી હતી. રાજ્યસભાના ઉપદંડક જગદીશભાઈ મકવાણાએ હાજરી આપી આદિવાસી દિવસની શુભેચ્છાઓ આપી હતી અને સરકારની યોજનાઓને જાણકારી આપી હતી.








