સુરતમાં હવસખોર પિતરાઈ ભાઈની કરતૂત, બ્લેકમેલ કરી બહેન પર જ અવારનવાર આચર્યુ દુષ્કર્મ
સંબંધો તાર તાર થઈ જાય તેવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે. યુવતીઓ પર પારકાનો જેટલી ભોગ બને છે. તેટલી જ

સંબંધો તાર તાર થઈ જાય તેવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે. યુવતીઓ પર પારકાનો જેટલી ભોગ બને છે. તેટલી જ પોતાના કહેવાતા સંબંધીઓનો ભોગ બનતી હોય તેવી વધુ એક ઘટના સામે આવી છે. સુરતમાં રહેતી યુવતી તેના પિતરાઈના સંપર્કમાં હતી. જેમાં પિતરાઈ ભાઈએ તેના ફોટો પાડ્યા હોવાથી બદનામ કરવાની ધમકી આપીને હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. યુવતીએ અન્ય જગ્યાએ સગાઈ કરી લેતા તેના ફોટો મોકલીને બદનામ કરી હતી. જેથઈ યુવતીએ ફરિયાદ નોંધાવતા લિંબાયત પોલીસે તપાસ હાથ ધરી છે.
ફોટાઓ પાડી શારીરિક સંબંધ બાંધ્યા
યુવતી અવારનવાર રાજસ્થાન ફતેપુર ખાતે રહેતા પિતરાઈ ભાઈ જીશાન મહેબૂબ અને તેની બહેન વચ્ચે વાતચીત કરતી હતી. આ દરમિયાન તેના ફોટા પણ પિતરાઈ ભાઈ જીશઆન મંગાવતો હતો. જોકે, ત્યાર બાદ તેના ફોટાના આધારે બ્લેકમેલ કરી સોશિયલ મીડિયામાં ફોટા વાઇરલ કરવાની ધમકી આપી મળવા માટે હોટલમાં બોલાવી હતી. જ્યાં બળજબરીથી બહેન સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. સાથે જ સોશિયલ મીડિયામાં ફોટા વાઇરલ કરવાની ધમકી આપી હતી.જે તે સમયે પણ ફોટાઓ પાડી લઈ આ ફોટાઓના આધારે બ્લેકમેલ કરી અવારનવાર તેની સાથે બેવાર શારીરિક સંબંધ બાંધ્યો હતો. પૈસાની પણ માંગણી કરી ધમકી આપતો હતો.
સાસરિયામાં ફોટો મોકલ્યા
યુવતીના અન્ય જગ્યાએ લગ્ન નક્કી થઈ ગયા હતા. જેથી પિતરાઈ ભાઈ આ લગ્ન નહી કરવા માટે દબાણ કરતો હતો. જીશાન યુવક અને તેના પરિવારના સભ્યોએ તમામે ભેગા મળી યુવતીના ફોટા તેના સાસરિયાવાળાને મોકલી આપી બદનામ કરી હતી. જેથી આખરે ભોગ બનનાર યુવતીના પરિવારે લિંબાયત રાજસ્થાનના ચુરું પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે પિતરાઈ ભાઈ તથા પરિવારના સભ્યો સામે બળાત્કારનો ગુનો દાખલ કરી જીરો નંબરથી ફરિયાદ સુરતના લિંબાયત પોલીસ મથકમાં મોકલી આપી છે. જેથી હાલ તો લિંબાયત પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.








