મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : અમદાવાદમાં કૂતરા પકડવાની કામગીરીમાં અવરોધ કરતા કાર્યવાહી

અમદાવાદ શહેરમાં રખડતા કૂતરાઓના ત્રાસને નિયંત્રિત કરવા માટે હાથ ધરાતી ખસીકરણ અને રસીકરણની સરકાર

અમદાવાદ શહેરમાં રખડતા કૂતરાઓના ત્રાસને નિયંત્રિત કરવા માટે હાથ ધરાતી ખસીકરણ અને રસીકરણની સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કરનારા તત્વો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રથમ વખત અત્યંત કડક કાનૂની કાર્યવાહી કરી છે. પાલડીમાં AMCની CNCD વિભાગની ટીમ કૂતરાઓને પકડવા ગઈ હતી, ત્યારે કૂતરાઓ ભરેલી વાનને બળજબરીપૂર્વક રોકી રાખી સરકારી કામગીરીમાં અડચણ ઊભી કરવાનો અને ટીમ સાથે અભદ્ર ગેરવર્તન કરવાનો સનસનાટીપૂર્ણ આક્ષેપ સામે આવ્યો છે. આ ગંભીર મામલાને પગલે બે અલગ-અલગ કિસ્સાઓમાં કાનૂની રુકાવટ બદલ બે વ્યક્તિઓ સામે પાલડી પોલીસ સ્ટેશનમાં વિધિવત રીતે એફઆઈઆર નોંધાવવામાં આવી છે.  

આ સમાચાર શેર કરો