VIDEO:અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક જ દિવસમાં બે મર્ડર કેસ ઉકેલ્યા
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ૨૪ કલાકમાં બે મોટી હત્યાના ભેદ ઉકેલી મોટી સફળતા મેળવી છે. પ્રથ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ૨૪ કલાકમાં બે મોટી હત્યાના ભેદ ઉકેલી મોટી સફળતા મેળવી છે. પ્રથમ કેસમાં, ૨૦૧૭ના સાબરમતી રિવરફ્રન્ટના અકસ્માત મોતનો નવ વર્ષ જૂનો ભેદ ઉકેલાયો છે. પતિ મિનેશ સોલંકીએ જ પત્નીની હત્યા કરી લાશ નદીમાં ફેંકી ગુમ થયાની ખોટી ફરિયાદ નોંધાવી હતી, જેની હવે ધરપકડ કરાઈ છે.બીજા કેસમાં, ૧૯ જૂને ખોખરા ખાતે પથ્થરથી કચડેલી હાલતમાં મળેલા દીપક કોષ્ટીના તાજા મર્ડરનો ભેદ ઉકેલાયો છે. ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે આરોપી મંગલ ઉર્ફે બાબા બોકડેને ઝડપી લીધો છે. દારૂના નશામાં થયેલા ઝઘડાને કારણે આ હત્યા કરાઈ હોવાની આરોપીએ કબૂલાત કરી છે.




