ગુજરાતમાં ઓપરેશન ગંગાજળ: ભ્રષ્ટાચાર કરનારા વધુ 2 અધિકારીઓ ઘર ભેગા; 100થી વધુનું લિસ્ટ તૈયાર
ગુજરાતમાં છેલ્લા 30 કરતા વધુ વર્ષથી ભાજપની સરકાર છે. ભાજપ સરકારમાં સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચા

ગુજરાતમાં છેલ્લા 30 કરતા વધુ વર્ષથી ભાજપની સરકાર છે. ભાજપ સરકારમાં સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારે અજગર ભરડો લીધો છે. મોટા મોટા અધિકારીઓ પર ભ્રષ્ટાચાર અને ગેરરિતીની અનેક ફરિયાદ થતા રાજ્યની ભૂપેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભ્રષ્ટ અધિકારીઓની એક યાદી તૈયાર કરી છે જેમાં એક પછી એક ભ્રષ્ટ અધિકારીઓને પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ આપીને ઘરભેગા કરવામાં આવી રહ્યાં છે. રાજ્ય સરકારે વધુ બે ક્લાસ-1 અધિકારીઓને પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ આપીને ઘરભેગા કર્યા છે.
વધુ બે ક્લાસ-1 અધિકારીઓને આપ્યું પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ
ભિલોડા I.T.Iમાં ક્લાસ-1 અધિકારી પ્રિન્સિપાલ ભરત રાવલ તેમજ સુરત I.T.Iના ક્લાસ-1 અધિકારી પ્રિન્સિપાલ હસમુખ કાકડિયાને પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ કરવામાં આવ્યા છે.ગુજરાત સરકાર દ્વારા અત્યાર સુધી 25 અધિકારીઓને પ્રિમેચ્યોર રિટાયર કરવામાં આવ્યા છે. ભ્રષ્ટાચાર એટલો વ્યાપક બન્યો છે કે ભ્રષ્ટાચારથી પ્રજામાં સરકારની છબિ નબળી પડી રહી છે.
દિવાળી પછી ઓપરેશન ગંગાજળ હેઠળ ભ્રષ્ટાચારી, લાંચિયા, ગેરરીતિ આચરનારા ક્લાસ વન-ટુ અધિકારીઓ સામે પ્રિમેચ્યોર રિટાયર્ડમેન્ટ હેઠળના નિર્ણય લેવામાં આવી રહ્યાં છે. સરદાર સરોવર નર્મદા નિગમ- SSNLમાં ડેપ્યુટેશન પર રહેલા વર્ગ-1 કાર્યપાલક ઇજનેર એ.ડી.પરમારને ફરજિયાત નિવૃત કર્યાના 24 કલાકમાં મહેસૂલ વિભાગના સુપ્રિટેડન્ટ લેન્ડ રેકર્ડ-SLR કે.પી.ગામીતને પાણીચું પકડાવ્યું છે. જમીન માપણી સંવર્ગના કે.પી.ગામીત સામે ભ્રષ્ટાચારની વ્યાપક ફરિયાદો હતી.
આ પણ વાંચો: રાજ્યમાં 57 નગરપાલિકાની તિજોરી ખાલી, કરોડો રૂપિયાના વીજ બિલ ભરવાના પણ ફાંફા
સરકારે 100 જેટલા ભ્રષ્ટ અધિકારીઓની યાદી તૈયાર કરી
એક પછી એક કૌભાંડ બહાર આવતા ગુજરાત સરકાર સફાળી જાગી છે. સરકારે 100 જેટલા ભ્રષ્ટ અધિકારીઓની એક યાદી તૈયાર કરી છે. યાદીની સમીક્ષા કરી તેમને ફરજિયાત ઘરે બેસાડી દેવા માટે રાજ્ય સરકારે તૈયારી શરૂ કરી છે. એક પછી એક ઓપરેશન ગંગાજળ હેઠળ ભ્રષ્ટ અધિકારીઓને રાજ્ય સરકાર દ્વારા પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ આપીને ઘરે બેસાડવામાં આવી રહ્યાં છે. અત્યાર સુધી 25 જેટલા અધિકારીઓને રાજ્ય સરકાર દ્વારા ઘરભેગા કરવામાં આવ્યા છે.






