ગીર સોમનાથ: જમજીર ધોધ પાસે રીલ બનાવતા અભિનેત્રી ઝીલ જોષી સામે કાર્યવાહી કરવા માંગ
Gir Somnath: ગીરમાં આવેલ જમજીર ધોધ પાસે રીલ બનાવવા કે સેલ્ફી લેવા પર વહિવટ

Gir Somnath: ગીરમાં આવેલ જમજીર ધોધ પાસે રીલ બનાવવા કે સેલ્ફી લેવા પર વહિવટી તંત્ર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, ત્યારે ગુજરાતી અભિનેત્રી ઝીલ જોષીએ જામવાળા ગીરમાં આવેલ જમજીરના ધોધ પર બનાવેલ રીલ થઈ વાયરલ થતા હોબાળો થયો છે.
થોડા દીવસ પહેલા જમજીરના ધોધ પાસે એક યુગલ દ્રારા કેક કાપી બર્થ ડેની ઉજવણીના વીડિયો વાયરલ થયા હતા. ત્યારે વહીવટી તંત્ર દ્વારા આ કપલ વિરૂદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે હવે ગુજરાતી અભિનેત્રી ઝીલ જોષી સામે કાર્યવાહી થશે કે કેમ એ મામલે પર્યાવરણ બચાવ સમિતિ દ્વારા સવાલો ઉઠાવ્યા છે.
અભિનેત્રી ઝીલ જોષીએ જમજીરના ધોધ પરની રીલનો વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે અને તે ખુબ વાયરલ થયો છે.
નોંધ : આ વીડિયોની GSTV પૃષ્ઠી કરતું નથી.






