મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદમાં રોંગ સાઇડ ડ્રાઇવ કરતા વાહન ચાલકો વિરૂદ્ધ કાર્યવાહી, આટલા લોકો સામે નોંધાઇ ફરિયાદ

અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઇડ ડ્રાઇવ કરતા વાહન ચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી

અમદાવાદમાં રોંગ સાઇડ ડ્રાઇવ કરતા વાહન ચાલકો વિરૂદ્ધ કાર્યવાહી, આટલા લોકો સામે નોંધાઇ ફરિયાદ


અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઇડ ડ્રાઇવ કરતા વાહન ચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. 21 માર્ચના રોજ એક જ દિવસમાં રોંગ સાઇડ ડ્રાઇવ કરતા ટુ વ્હીલર,થ્રી વ્હીલર તથા ફોર વ્હીલર વિરૂદ્ધ 22 ફરિયાદ નોંધવામાં આવી છે.

અમદાવાદમાં રોંગ સાઇડ વાહન ચાલકો સામે ડ્રાઇવ

અમદાવાદમાં હવે કોઇ પણ નાગરિક રોંગસાઇડ વાહન ચલાવતા પકડાશે તો તેની સામે ફરિયાદ નોંધીને ધરપકડ કરવામાં આવશે. અમદાવાદ ટ્રાફિક પોલીસે નાગરિકોને રોંગસાઇડ વાહન ના ચલાવવા માટે અપીલ કરી છે.

20 દિવસમાં 2 લાખથી વધુ કેસ કરવામાં આવ્યા

ટ્રાફિક નિયમોના ભંગ બદલ આકરા દંડ વસૂલ કરવાની કામગીરી સહિતનું ચિત્ર અદાલત સમક્ષ રજૂ કરાયું હતું. જેમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ ટ્રાફિક વિભાગ દ્વારા છેલ્લા 20 જ દિવસમાં 2 લાખથી વધુ કેસો કરી 13.21 કરોડ રૂપિયાથી પણ વધુનો વિક્રમી અને ઐતિહાસિક દંડ વસૂલ્યો હોવાની માહિતી રેકર્ડ પર આવી હતી. 

આ સમાચાર શેર કરો