દુબઈથી સોનાનો પાવડર બનાવી થતી દાણચોરી, 3 મહિનાથી નાસતો-ફરતો આરોપી આ રીતે ઝડપાયો
દુબઈથી સીધી ફ્લાઈટ શરૂ થઈ ત્યારથી સોનાની દાણચોરી માટે સુરત એરપોર્ટ સ્વર્ગ સમાન બન્યુ હતુ. અવનવા કિમીયા અપ

દુબઈથી સીધી ફ્લાઈટ શરૂ થઈ ત્યારથી સોનાની દાણચોરી માટે સુરત એરપોર્ટ સ્વર્ગ સમાન બન્યુ હતુ. અવનવા કિમીયા અપનાવીને દાણચોરો દાણચોરી કરી રહ્યાં છે. ત્યારે જુલાઈ 2024માં માંગરોળ ખાતેના સ્થાનિકોને દુબઈ પ્રવાસના નામે ત્યાં મોકલી તેમની પાસેથી ટ્રોલી બેગમાં રેકઝીનની નીચે સ્પ્રે વડે કેમિકલ મિક્સ કરીને છુપાવીને પેસ્ટ રૂપે સોનું લાવી સ્થાનિક માર્કેટમાં વેચવાના નેટવર્કનો પર્દાફાશ થયો હતો. આ સ્મગ્લિંગ કેસમાં સોનાનો ઓર્ડર વડોદરાના ફૈઝલ અબ્દુલ સતાર મેમણએ આપ્યો હતો. જે ફૈઝલ છેલ્લા ત્રણ મહિનાથી નાસ્તો ફરતો હતો. તેને બાતમીના આધારે ટ્રેનમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
વોચ ગોઠવાઈ હતી
SOGએ હોટલ પાસે વોચ ગોઠવીને અર્ટિગા કારમાં બે લોકો અને મારૂતિ ટૂર્સ ટેક્સી ગાડીમાંથી ઉતરેલા દંપત્તિને રંગેહાથે ઝડપી પાડયા છે. પોલીસે દુબઈથી સોનું લઈને આવેલા કેરિયર નઇમ મો.હનીફ સાલેહ અને તેની પત્ની ઉમૈમાને અર્ટિગા કારમાં સોનું છૂપાવેલી 4 ટ્રાવેલિંગ બેગ લેવા આવનાર અબ્દુલ ફારૂક બેમાત અને તેના સાથી ફિરોજ ઇબ્રાહીમ નૂરની ધરપકડ કરી હતી. SOGની ટીમે તેઓ પાસેથી ચારેય ટ્રાવેલ બેગ કબજે લઇ તપાસ કરી હતી.
પૂછપરછમાં મોટા ખુલાસાની વકી
સુરત એસઓજી પોલીસ દ્વારા નાસ્તા ફરતા આરોપી ફૈઝલ અબ્દુલ સતાર મેમણ (ઉવ. 55 રહે - સી /45, કારભારી પાર્ક સોસાયટી વાસણા રોડ વડોદરા)નું BNSS કલમ 72 મુજબ નું વોરંટ મેળવી તપાસ હાથ ધરવામાં આવી હતી. જે આધારે આજરોજ હ્યુમન ઇન્ટેલીજન્સ અને ટેક્નિકલ એનાલીસીસ અને મળેલ બાતમી હકીકત આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. મુંબઈ બાંદ્રાથી બરોડા તરફ જતી અજમેર એક્સ ટ્રેનમાંથી આરોપી ફૈઝલને પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીની પૂછપરછમાં મોટા ખુલાસા થઈ શકે છે.








