નકલી સીબીઆઈ અધિકારી બની વેપારીનો તોડ કરનાર આરોપી ઝડપાયો
નકલી સીબીઆઈના અધિકારી બની ભાવનગરના વેપારીને પાર્સલમાં ડ્રગ્સ નીકળ્યો હોવાની ધમકી આપી 15 લાખ

નકલી સીબીઆઈના અધિકારી બની ભાવનગરના વેપારીને પાર્સલમાં ડ્રગ્સ નીકળ્યો હોવાની ધમકી આપી 15 લાખ રૂપિયા પડાવી લેનાર યુવકને પોલીસે ઝડપી લીધો.
ભાવનગરના મહિલા કોલેજ સર્કલ વિસ્તારમાં રહેતા મયુરભાઇ જીવરાજભાઇ પટેલને અજાણ્યા ઈસમોએ સીબીઆઈના અધિકારી હોવાનું જણાવી અને પાર્સલમાં ડ્રગ્સ અને ગેરકાયદેસર વસ્તુઓ મોકલેલ હોવાનું કહ્યું હતું. તેમને ED તથા સુપ્રીમકોર્ટના બનાવટી લેટર તથા વોરંટ મોકલી ફરીયાદી પાસેથી સિક્યુરીટી ડિપોઝીટના નામે રૂપીયા પંદર લાખ મેળવી લઇ ફરીયાદી સાથે છેતરપીંડી-વિશ્વાસઘાત કર્યો હતો.
સમગ્ર મામલે ભાવનગરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો હતો. પોલીસે આ ગુનામાં એક આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય આરોપી જુનેદ યારીફભાઇ આણંદથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






