જુનાગઢ: કેશોદમાં યુવાન પર દાતરડા વડે હુમલો કરનાર આરોપી ઝડપાયો
જુનાગઢના કેશોદમા યુવાન પર દાતરડા વડે હુમલો કરનાર આરોપી ઝડપાયો છે.ઇજાગ્રસ્ત યુવાન પોલીસમાં ભરતી માટે

જુનાગઢના કેશોદમા યુવાન પર દાતરડા વડે હુમલો કરનાર આરોપી ઝડપાયો છે.ઇજાગ્રસ્ત યુવાન પોલીસમાં ભરતી માટે દોડવાની ટ્રેનિંગ લઇ રહ્યો હતો, ત્યારે આ ઘટના બની હતી.ઈજાગ્રસ્ત યુવાન અને તેના મિત્રોને રોકી અહીંયાથી કેમ નીકળો છે, તેમ કહી આરોપીએ યુવાનની ડાબી આંખ અને નાક વચ્ચે દાતરડું ઘુંસાડી દીધું હતું.
આરોપીએ અગાઉ દિવ્યાંગની કેબિન સળગાવી નાખી
યુવાન પર દાતરડાંથી હુમલો કરનાર આરોપીએ અગાઉ અજાબ રોડ પર એક દિવ્યાંગની કેબિન સળગાવી નાખી હતી જેમાં પોલીસે તેમના વિરૂધ્ધ ગુન્હોં નોંધી કાર્યવાહી કરી હતી.
આ પણ વાંચો: VIDEO: અરવલ્લીના માર્કેટયાર્ડમાં નજીવી બાબતે વેપારી પર હુમલો, મારી નાખવાની આપી ધમકી
યુવકને દાંતરડા સાથે ગંભીર હલાતે હોસ્પિટલ લઇ જવાયો
સુભાષ કરગઠિયા નામના યુવકની ડાબી આંખ અને નાકના વચ્ચેના ભાગે દાતરડું ઉંડે સુધી ઘુસી ગયું હતું. યુવકના મોઢા ભાગે ઘુસાડાયેલું દાતરડું ન નીકળતાં યુવકને દાતરડાં સાથે કેશોદ અને જુનાગઢ બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.






