VIDEO: કુખ્યાત સલમાન લસ્સી નવસારીમાંથી ઝડપાયો, આરોપીએ હુમલો કરીને ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે પગમાં મારી ગોળી
સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે કુખ્યાત સલમાન લસ્સીને ખારે ઝડપી પાડ્યો હતો. નવસારીના મરોલીમાં ભીંડી બજાર પાસે આ ઘટના સર
સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે કુખ્યાત સલમાન લસ્સીને ખારે ઝડપી પાડ્યો હતો. નવસારીના મરોલીમાં ભીંડી બજાર પાસે આ ઘટના સર્જાઈ હતી. મળતા અહેવાલ પ્રમાણે ભેસ્તાનમાં એક હત્યાના ગુનામાં ક્રાઈમ બ્રાંચની ટીમ તેને પકડવા ગઈ ત્યારે તેણે ભગવાનો પ્રયાસ કર્યો. દરમિયાન પોલીસે તેના જમણા પગ પર ગોળી મારી હતી.
સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે કુખ્યાત સલમાન લસ્સીને દબોચ્યો
સલમાન અને તેની ગેંગ પર એક સગીરની હત્યા ઉપરાંત અન્ય કેટલાક ગુના નોંધાયેલા છે. આ ગુનામાં અગાઉ ત્રણ આરોપીની ધરપકડ કરાયેલી છે. સલમાન લસ્સી પોલીસથી નાસતો ફરતો હતો. તે નવસારીના ડાભેલ આસિયાના મહોલ્લામાં છુપાઈને રહેતો હોવાની બાતમી મળતાં પોલીસે અલગ-અલગ ટીમ બનાવી તેને ઝડપ્યો.
પોલીસ પર હુમલો કરતા પોલીસે મારી ગોળી
દરમિયાન તેણે એક પોલીસકર્મી પર ચપ્પુથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. બચાવમાં ક્રાઈમ બ્રાન્ચના PIએતેને પગમાં ગોળી મારી. તેને સુરતની નવી સિવિલ હોસ્પિટલ લવાયો છે. અને પોલીસ જાપ્તા હેઠળ તેની સારવાર ચાલી રહી છે.
આ ફાયરિંગમાં ગોળી સલમાન લસ્સીના પગના હાડકાને સ્પર્શ કરીને આરપાર નીકળી ગઈ હતી, જેના કારણે તેને પગમાં ફ્રેક્ચર થયું છે. ઈજાગ્રસ્ત સલમાન લસ્સીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.






