માંગરોળ સામૂહિક દુષ્કર્મ કેસ: આરોપી શિવ શંકરના મોતના કારણ અંગે પીએમ રિપોર્ટમાં થયો ખુલાસો
સુરત સિવિલમાં મોતને ભેટેલા આરોપી શિવશંકરનું આજે પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. તેનો રિપોર્ટ એક મહિના પછી

સુરત સિવિલમાં મોતને ભેટેલા આરોપી શિવશંકરનું આજે પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. તેનો રિપોર્ટ એક મહિના પછી આવશે. પ્રાથમિક માહિતી આપતાં તબીબોની ટીમે જણાવ્યું હતું કે, આરોપી શિવશંકરના હૃદયમાં બે બ્લોકેજ છે. પ્રાથમિક અનુમાન મુજબ કાર્ડિયાક અરેસ્ટ છે. જો કે, સંપૂર્ણ રિપોર્ટ આવ્યા બાદ જ આ અંગે જાણ થશે.
પગના ભાગે હતી ઈજા
સિવિલના ડોક્ટરે કહ્યું કે, આરોપીના મોત બાદ સિવિલ હોસ્પિટલમાં પેનલ PM કરવામાં આવ્યું છે. આરોપીના હ્રદયમાં બે બ્લોક હતા. તમામ વિસેરા લઈ લેબમાં મોલકવામાં આવ્યા છે. પગના ભાગે નાની મોટી ઈજાઓ હતી. જો કે, મૃત્યુનું હાલના તબક્કે કારણ તો હાર્ટ એટેક જ લાગે છે.
શું હતી ઘટના?
ગેંગરેપ કેસ અંગે વાત કરીએ તો 8 ઓક્ટોબરની રાત્રે 10:45થી 11:15 વાગ્યાની વચ્ચે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારના મોટા બોરસરા ગામની સીમમાં ખેતરમાં અવવારું જગ્યાએ એક 17 વર્ષ અને 4 મહિનાની સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી. જ્યાં આ ત્રણેય નરાધમ એવા મુન્ના કરબલી પાસવાન અને શિવશંકર ઉર્ફે દયાશંકર ચૌરસિયા અને રાજુ બાઈક પર આવ્યા હતા. પહેલા તો તેમણે આવીને અહીં કેમ ઊભાં છો? એમ કહીને ધમકાવ્યા હતા અને બાદમાં માર મારવાનું શરૂ કર્યું હતું. બંનેના મોબાઇલ પણ નરાધમોએ લઈ લીધા હતા.








