મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: વટવામાં યુવકનું આકસ્મિક મોત કે હત્યા?, પોલીસે તપાસ હાથ ધરી

અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી હત્યાના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે વટવામાં આજે એક યુવકની હત્યા થઈ છે

અમદાવાદ: વટવામાં યુવકનું આકસ્મિક મોત કે હત્યા?, પોલીસે તપાસ હાથ ધરી

અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી હત્યાના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે વટવામાં આજે એક યુવકની હત્યા થઈ છે કે આકસ્મિક ઈજાથી મોત થયું છે તે મામલે વટવા પોલીસે તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે શહેરના વટવા વિસ્તારમાં ચંદ્રલોક બંગ્લોઝ પાસે આવેલી કેનાલ પર શનિવારે મોડીસાંજે એક યુવક બાઈક પર જઈ રહ્યો હતો. આ દરમિયાન અચાનક ઢળી પડ્યો હતો. બાદમાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ફરજ પરના હાજર તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. જોકે, યુવકના ગળા પર ઈજાના નિશાન હોવાનું જાણવા મળ્યું છે. 

પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી

બીજી તરફ આ બનાવની જાણ થતા વટવા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. યુવક પર કોઈએ હુમલો કર્યો કે પછી ચાઈનીઝ દોરી ગળામાં આવી જવાથી ઈજા થઈ તે મામલે પોલીસ પણ અસમંજસની સ્થિતિમાં છે.  હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

એક મહિનામાં અમદાવાદમાં 10થી વધુ હત્યાના બનાવો

ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક મહિનામાં અમદાવાદમાં 10થી વધુ હત્યાના બનાવો બન્યા છે. જેના પગલે શહેરમાં કાયદો અને વ્યવસ્થતાની સ્થિતિ કથળી રહી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

આ સમાચાર શેર કરો