પાટણ: દિવાળીના દિવસે જ રામગઢમાં ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 4 લોકોના મોત
એક બાજુ આજે પ્રકાશના પર્વની ઉજવણી થઈ રહી છે. ત્યારે બીજી બાજુ પાટણના રામગઢ ગામ નજીક છોટા હાથી અને કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્

એક બાજુ આજે પ્રકાશના પર્વની ઉજવણી થઈ રહી છે. ત્યારે બીજી બાજુ પાટણના રામગઢ ગામ નજીક છોટા હાથી અને કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર લોકોનાં મોત થયા છે. પરિણામે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે પાટણ જિલ્લામાં ચાણસ્મા તાલુકામાં રામગઢ ગામ નજીક ગુરૂવારે છોટા હાથી અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.
આ પણ વાંચો: AMRELI : દેવરાજીયા ગામ પાસે લીમડા સાથે કાર અથડાતા 4 વર્ષના બાળકનું ઘટનાસ્થળે મોત, 4 ઈજાગ્રસ્ત
છોટા હાથીનો ડ્રાઈવર ગાડી મૂકીને ફરારબનાસકાંઠાથી એક પરિવાર કાર લઈને જઈ રહ્યો હતો. આ દરમિયાન રામગઢ પાટિયા નજીક પૂરઝડપે આવી રહેલા છોટા હાથીના ચાલકે કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક પરિવારના પતિ-પત્ની અને બે પુત્રોનું મોત નિપજ્યુ હતું. અકસ્માત સર્જ્યા બાદ છોટા હાથીનો ડ્રાઈવર ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો.
પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી છે.
મૃતકોના નામ
શંભુજી જુમાજી ઠાકોર, (35 વર્ષ, પતિ)
આશાબેન શંભુજી ઠાકોર, (32 વર્ષ, પત્ની)
પ્રિયા શંભુજી ઠાકોર, (10 વર્ષ, પુત્રી)
વિહાંત શંભુજી ઠાકોર, (8 વર્ષ, પુત્ર)








