મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બનાસકાંઠા: ભાભરમાં વાવ રોડ માધવ સિટી પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત, 1નું મોત

ભાભરમાં વાવ રોડ માધવ સિટી પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવારનું કરૂણ મોત નિપજ્યું છે.

બનાસકાંઠા: ભાભરમાં વાવ રોડ માધવ સિટી પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત, 1નું મોત

ભાભરમાં વાવ રોડ માધવ સિટી પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવારનું કરૂણ મોત નિપજ્યું છે. બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં વાવ રોડ પર બુધવારે ટ્રક ચાલકે એક બાઈકને ટક્કર મારી હતી. પરિણામે  બાઈક પર સવાર લોકો નીચે પટકાયા હતા. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે અન્ય ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

અકસ્માતના પગલે સ્થાનિક લોકોનું ટોળું એકઠું થયું હતું

બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માતના પગલે સ્થાનિક લોકોનું ટોળું એકઠું થયું હતું. ટ્રાફિકજામ પણ સર્જાયો હતો. જોકે, પોલીસે ગણતરીના સમયમાં ટ્રાફિક ક્લિયર કર્યો હતો.

આ સમાચાર શેર કરો