સુરેન્દ્રનગરમાં ST બસે બાઈક ચાલકને અડફેટે લેતા મોત, બસ ચાલક અકસ્માત સર્જી ફરાર
રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભલે 'સલામત સવારી, એસ.ટી અમારી' નો દાવો કરતી હોય એસ.ટી બસે એક યુવકનો ભોગ લીધો

રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભલે 'સલામત સવારી, એસ.ટી અમારી' નો દાવો કરતી હોય એસ.ટી બસે એક યુવકનો ભોગ લીધો છે. ત્યારે સુરેન્દ્રનગરમાં એસ.ટી બસે બાઈક ચાલકને અડફેટે લેતા યુવકનું મોત નિપજ્યું હતું. બીજી તરફ આ બનાવની જાણ થતા એસ.ટી ડેપો મેનેજર સહિતના અધિકારી દોડી આવ્યા હતા.
અકસ્માત સર્જી એસ.ટી બસ ચાલક ફરાર
પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરેન્દ્રનગરમાં ગુરૂવારે આદર્શ સોસાયટી નજીક એસ.ટી બસે એક બાઈક ચાલકને ટક્કર મારતા યુવકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. જોકે, અકસ્માત સર્જી એસ.ટી બસ ચાલક ફરાર થઈ ગયો હતો.
એસ.ટી ડેપો મેનેજર સહિતના અધિકારી દોડી આવ્યા
બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. એટલું જ નહીં એસ.ટી ડેપો મેનેજર સહિતના અધિકારી દોડી આવ્યા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાને લઈને એસટી વિભાગ સામે લોકોમાં રોષ ફેલાયો છે.








