મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: ચંડોળા તળાવ પાસે BRTS કોરિડોરમાં AMTS બસ અને બાઈક વચ્ચે અકસ્માત, યુવાનની સ્થિતિ ગંભીર

અમદાવાદમાં વધુ એક માર્ગ અકસ્માતની દુર્ઘટના સામે આવી છે. અમદાવાદ શહેરના ચંડોળા

Ahmedabad news: ચંડોળા તળાવ પાસે BRTS કોરિડોરમાં AMTS બસ અને બાઈક વચ્ચે અકસ્માત, યુવાનની સ્થિતિ ગંભીર

અમદાવાદમાં વધુ એક માર્ગ અકસ્માતની દુર્ઘટના સામે આવી છે. અમદાવાદ શહેરના  ચંડોળા તળાવ નજીક BRTS કોરિડોરમાં AMTSની બસ  અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. મળતા અહેવાલ પ્રમાણે કોરિડોરમાં ટુ-વ્હિચર ચલાવવું પ્રતિંબધ હોવા છતાં બાઈક સવાર તેમાં ઘૂસ્યો અને  અકસ્માતનો ભોગ બન્યો હતો.

બાઈક સવારની સ્થિતિ અત્યંત ગંભીર

આ ઘટનામાં બાઈક સવારની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત સ્થિતિમાં બાઈક સવારને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. તો બીજી તરફ  બસની ટક્કરથી બાઈકના પરખચ્ચા ઉડ્યા હતા.સમગ્ર મામલે પોલીસે અકસ્માતે ગુનો નોંધ્યો હતો. 

બાઇક ચાલક કોરિડોરની અંદર એક બસને  ઓવરટેક કરવા જતાં સર્જાયો અકસ્માત

હંસપુરાની બસ ચંડોળા તળાવથી  બીઆરટીએસ વર્કશોપ સ્ટેશન તરફ કોરિડોરમાં જઈ રહી હતી તે દરમિયાન બાઇક ચાલક કોરિડોરની અંદર એક બસને  ઓવરટેક કરવા જતાં સામે આવતી બસ સાથે અથડાયો અને અકસ્માત સર્જાયો હતો. 

આ સમાચાર શેર કરો