મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ : રતનપુરા ગામ નજીક 407 ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માત, 1 યુવકનું મોત

અમદાવાદમાં વધુ એક અકસ્માતની ઘટના બની છે. જેમાં રતનપુરા ગામ નજીક 407 ટ્રક અને એક્ટિવા ચાલક વચ્ચે અક્સ્માત

અમદાવાદ : રતનપુરા ગામ નજીક 407 ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માત, 1 યુવકનું મોત

અમદાવાદમાં વધુ એક અકસ્માતની ઘટના બની છે. જેમાં રતનપુરા ગામ નજીક 407 ટ્રક અને એક્ટિવા ચાલક વચ્ચે અક્સ્માત સર્જાયો હતો. જેમાં એક્ટિવા ચાલક યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે શહેરના પૂર્વ વિસ્તારમાં રતનપુરા ગામ નજીક આવેલી શિવ આનંદ બંગ્લોઝ પાસે આજે સવારમાં 407 ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં એક્ટિવા ચાલકનું મોત નિપજ્યું છે. જ્યારે એક યુવક ઈજાગ્રસ્ત થયો છે. 

બીજી તરફ આ બનાવની જાણ થતા જ રામોલ પોલીસ અને આઈ ડિવિઝન પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો