મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સાગઠિયાના જુના તમામ ચિઠ્ઠા ખોલશે ACB, ઉલટ તપાસ શરૂ થતા રાજકોટના બિલ્ડરોમાં ફફડાટ

રાજકોટ TRP ગેમ ઝોન કાંડમાં પૂર્વ TPO રહેલા મનસુખ સાગઠિયાની મુશ્કેલીમાં વધારો થયો

સાગઠિયાના જુના તમામ ચિઠ્ઠા ખોલશે ACB, ઉલટ તપાસ શરૂ થતા રાજકોટના બિલ્ડરોમાં ફફડાટ

રાજકોટ TRP ગેમ ઝોન કાંડમાં પૂર્વ TPO રહેલા મનસુખ સાગઠિયાની મુશ્કેલીમાં વધારો થયો છે.સાગઠિયાએ કરેલી તમામ કામગીરીની ફાઇલો માટે ACBની ટીમ RMCના દ્વારે પહોંચી છે. ACB દ્વારા રચાયેલ SITની ટીમ તમામ TP સ્કીમોની તપાસ કરશે. સાગઠિયાને લાંચ આપનારા કોઇને પણ ACB નહીં છોડે. ACBની ટીમે ઉલટ તપાસ શરૂ કરતાં રાજકોટના બિલ્ડરોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. સાગઠિયા 1995થી રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા હતા. વર્ષ 2015થી તે ઇન્ચાર્જ TPO હતા. વર્ષ 2023થી કાયમી TPO તરીકે નિમણૂક કરવામાં આવી હતી. મનસુખ સાગઠિયાના તમામ જુના ચિઠ્ઠા ACB દ્વારા ખોલવામાં આવશે.

રાજકોટ અગ્નિકાંડમાં મોટા માથાઓને છાવરતી તપાસ સામે લોકોનો રોષ ભભૂક્યો

રાજકોટમાં અધિકારીઓ અને પદાધિકારીઓથી ચાલતા તંત્રની ઘોર લાપરવાહી અને અને ગેમઝોનના સંચાલકો-માલિકો સાથે મિલીભગતના પાપે સર્જાયેલા અગ્નિકાંડની બે-બે સિટની તપાસને દોઢ માસથી વધુ સમય વિતી જવા છતાં માત્ર અમુક ગુનેગારો પુરતી જ તપાસ સીમિત રહી જતા અને મોટામાથાઓને આજ સુધી છાવરવામાં આવતા લોકોમાં વ્યાપક રોષની લાગણી જોવા મળી છે

પાષણ હૃદય પણ કંપી ઉઠે તેવી અત્યંત ગોઝારી અને દર્દનાક ગુનાના કૃત્યન 47 દિવસ થવા છતાં  મોટામાથા,પદાધિકારીઓ સામે પગલા લેવાયા નથી. કલેક્ટરને રજૂઆતમાં  જણાવાયું કે અમુક પદાધિકારીઓ અને અધિકારીઓની લાલચને કારણે આ ઘટના બની છે અને તેમાં દુઃખ હવે ગુસ્સામાં ફેરવાયેલ છે. પીડિત પરિવારો વતી અમારી રજૂઆત છે કે ગુનેગારોને કડકમાં કડક સજા થાય, ઘટનાની તપાસ પૂરી નિષ્ઠાથી નિષ્પક્ષ કરીને કોઈ પણ મોટા અધિકારી કે નેતાઓને છોડવામાં ન આવે. 

આ સમાચાર શેર કરો