મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

TRP ગેમઝોન અગ્નિકાંડ: પૂર્વ TPO મનસુખ પાસે આવક કરતાં 410% વધુ સંપત્તિ, ACBએ નોંધ્યો ગુનો

રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે પૂર્વ ટા

TRP ગેમઝોન અગ્નિકાંડ: પૂર્વ TPO મનસુખ પાસે આવક કરતાં 410% વધુ સંપત્તિ, ACBએ નોંધ્યો ગુનો

રાજકોટના  TRP ગેમઝોન અગ્નિકાંડમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયા વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યૂરો( ACB)એ અપ્રમાણસર મિલકતની ફરિયાદ દાખલ કરી છે. સાગઠીયાની આવક કરતા 410 ટકા સંપત્તિ વધુ મળી આવતા એસીબીએ ફરિયાદ દાખલ કરી છે. 

સાગઠીયા પાસેથી 10 કરોડ 55 લાખની અપ્રમાણસર મિલકત મળી આવી

એન્ટીકરપ્શન બ્યુરોએ મનસુખ સાગઠિયા સાથે સંકળાયેલા ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા હતા. તપાસમાં 10 કરોડ 55 લાખની અપ્રમાણસર મિલકત મળી આવી છે. સાગઠિયાની આવક કરતા 410% સંપત્તિ વધુ મળી આવી છે. 

તત્કાલીન TPO સાગઠિયા પાસેથી બે પેટ્રોલ પંપ, ખેતીની જમીન, હોટલ અન્ડર કનસ્ટ્રક્શન, ફાર્મ હાઉસ અને અમદાવાદમાં અદાણી શાંતિગ્રામમાં બંગલો મળી આવ્યો છે. 

આ દેશોમાં કર્યો પ્રવાસ

મનસુખ સાગઠીયાએ દુબઈ, યુરોપ, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, યુનાઇટેડ કિંગડમ, મલેશિયા, માલદીવ, શ્રીલંકા સહિતના દેશોમાં પ્રવાસો કર્યા છે.

સાગઠિયાના ભાઇની ઓફિસ પર પણ દરોડા 

આ ઉપરાંત એસીબીએ રાજકોટ ખાતે આવેલી સાગઠિયાના ભાઇની ઓફિસ પર પણ દરોડા પાડ્યા હતા. આ ઉપરાંત તેમના વતનમાં પણ એસીબી તપાસ કરી રહી છે. એસીબીના ડાયરેક્ટર સમશેરસિંગના માર્ગદર્શન હેઠળ જોઈન્ટ ડાયરેક્ટર બીપીન આહિરે સહિતનો સ્ટાફ ત્રાટક્યો હતો. 

આ સમાચાર શેર કરો