પાટણ: 'જો રજા જોઈતી હોય તો હજાર રૂપિયા આપ', લાંચ માંગનાર ST કર્મચારીને ACBએ દબોચ્યો
રાજ્યમાં વધુ એક અધિકારી લાંચ લેતા ઝડપાયા હતા. મળતા અહેવાલ પ્રમાણે પાટણ એસટી ડેપો વિભાગમાં ફરજ બજાવતા એક કર્મચારીને ધ

રાજ્યમાં વધુ એક અધિકારી લાંચ લેતા ઝડપાયા હતા. મળતા અહેવાલ પ્રમાણે પાટણ એસટી ડેપો વિભાગમાં ફરજ બજાવતા એક કર્મચારીને ધાર્મિક કામ અર્થે રજાની જરૂર હતી.આ મામલે ST વિભાગમાં ફરજ બજાવતા કંડક્ટર કમ ઓફિસ કર્મચારી ગૌતમ મંગળ રાવળને રજા મંજૂર કરવા ભલામણ કરી હતી.
રજા મંજૂર કરવા અર્થે એક હજાર રૂપિયાની લાંચ માંગી
ગૌતમ મંગળ રાવળે રજા મંજૂર કરવા અર્થે એક હજાર રૂપિયાની લાંચ માંગી હતી. કર્મચારી લાંચ આપવા તૈયાર થયો ન હતો, આ મામલે ભારે રઝકઝ પણ થઈ હતી. ત્યાર બાદ સમગ્ર મામલાની જાણ પાટણ ACBને કર્મચારીએ જાણ કરી દીધી હતી.
રજા જેવી સામાન્ય બાબતે લાંચ માંગતા સમગ્ર ડિપાર્ટમેન્ટમાં ચર્ચા
આ મમાલે ACBએ છટકું ગોઠવ્યું હતું, જેમાં ગૌતમ મંગળ રાવળને કર્મચારીએ હજાર રૂપિયા આપ્યા, અને રંગે હાથ ઝડપાઈ ગયા હતા. જો કે સાથે કામ કરતા સહ કર્મચારી પાસે માત્ર રજા જેવી સામાન્ય બાબતે લાંચ માંગતા સમગ્ર ડિપાર્ટમેન્ટમાં ચર્ચા જાગી હતી. હાલ તો આ લાંચિયા અધિકારીની અટકાયત કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે..પાટણ એસટી ડેપોમાં એસીબી ટ્રેપથી અધિકારી તથા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.






